જામનગર ખાતે ફરિયાદી પેટ્રોલ ડીઝલનો વ્યવસાય કરતા હોય, ફરિયાદી પાસેથી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાએ તેમના વાહનો માટે ઉધારથી ડીઝલની ખરીદી કરેલ, અને તે પેટે તેમણે ધર્મેન્દ્રસિંહ પાસેથી કુલ રૂા. 1,75,400/- વસુલ લેવાના થતા હતાં. આ રકમની ફરિયાદી દ્વારા માંગણી કરવામાં આવતા આરોપી દ્વારા તેમની બેંકના ખાતામાંથી રૂા. 87,700/- નો ચેક તા.06/03/2001 ના રોજનો તથા બીજો ચેક રૂા. 87,700/- નો લખી આપવામાં આવેલ. સદરહુ ચેકો આપતી વખતે આરોપી દ્વારા ખાત્રી, વિશ્વાસ અને ભરોસો આપવામાં આવેલ કે મજકુર ચેક બેંકમાં કલીયરીંગમાં નાખ્યેથી અવશ્ય પાસ થઇ જશે. આમ, આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક ફરિયાદી તેમની બેંક -એચ. ડી. એફ. સી. બેંક લી. માં પોતાના ખાતામાં કલીયરીંગમાં નાખતા મજકુર ચેક તારીખ : 29/04/2021 તથા નારોજ અપુરતા ભંડોળનાં કારણે પરત ફરેલ. આમ, ફરિયાદીને તેમની કાયદેસરની લેણી રકમ વસુલ મળેલ નહિં. જે બાદ ફરિયાદી દ્વારા નોટીશ આપવામાં આવતા આરોપી તરફે નોટીશનો કોઈ જવાબ આપવામાં આવેલ નહિં.
ત્યારબાદ ફરિયાદી દ્વારા આરોપી સામે જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ : 138 અન્વયે અલગ અલગ બે ફરિયાદ દાખલ કરવામાં આવેલ, અને ફરિયાદી દ્વારા તેમની બંને ફત્યિાદ પુરાવા દ્વારા સાબીત કરવામાં આવેલ. જેથી નામદાર અદાલત દ્વારા આરોપીને ક્રિમીનલ પ્રોસીજર કોડ અન્વયે તક્સીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ મુજબ દંડનો હુકમ કરેલ. દંડની રકમ 90 દિવસમાં ફરિયાદીને વળતર પેટે ચુકવવાનો પણ હુકમ કરેલ. આરોપી જો દંડની રકમ ભરપાઈ કરવામાં કસુર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
ઉપરોકત્ત કેસમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech