જામનગર શહેરમાં વસવાટ કરતા તથા જમીન મકાન લે વહેંચ તથા ખેતી કામનો ધંધો વ્યવસાય કરતાં ભૂપેન્દ્રસિંહ પથુભા જેઠવા પાસેથી જામનગર શહેરમાં વસવાટ કરતા અને કોન્ટ્રાકટર એવા હિતેશ કિશોરકુમાર ગોહિલએ પોતાની અંગત તથા ધંધાકીય જરુરિયાત અર્થે નાણાકીય જરુરિયાત ઉભી થતા ફરીયાદી ભુપેન્દ્રસિંહ પથુભા જેઠવા તાસેથી તા.31-7-2018ના રોજ છ માસ માટે સંબંધ દાવે હાથ ઉછીના રોકડા સાડા ત્રણ લાખ મેળવેલ હતા. જે રકમની ચુકવણી અંગે આરોપી હિતેશ કિશોરકુમાર ગોહિલએ તેઓના સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા આવેલ ખાતામાંથી બે ચેકો લખી આપેલ હતા જે પૈકી એક ચેક તા.15-1-2019ના રોજનો બે લાખ પુરાનો તથા બીજો ચેક તા. 25-1-2019ના રોજનો દોઢ લાખનો પુરાનો એમ બે ચેકો લખી આપેલ હતા તથા તે રકમ મળી ગયા અંગે પરત ચુકવણી માટે આપેલ ચેકો અંગે આરોપીએ ફરીયાદી જોગ નોટરી રુબરુ લખાણ પણ કરીઅ ાપેલ હતું. જે બન્ને ચેકો તેની પાકતી મુદતે ફરીયાદી દ્વારા પોતાની બેંક મારફતે વસુલાત માટે ભરતા સદરહુ બન્ને ચેકો ફન્ડસ ઇનશફીસશીયન્ટનાં કારણે પરત ફરેલા હતા. જેથી ફરીયાદી ભુપેન્દ્રસિંહ પથુભા જેઠવા દ્વારા ચેકો પરત ફયર્િ અંગેની ધોરણસર નોટીસ આરોપીને આપવામાં આવેલ જે આરોપીને મળી ગયેલ તેમ છતાં આરોપી દ્વારા નોટીસનો કોઇ જવાબ ન આપેલ કે રકમ પરત કરવા કોઇ દરકાર કરેલ ન હતી જેથીફરીયાદી ભુપેન્દ્રસિંહ પથુભા જેઠવાએ આરોપી હિતેશ કિશોરકુમાર ગોહિલ વિરુદ્ધ ધી નેગો. ઇન્સ્ટુ. એકટ અન્વયેની કુલ બે ફરીયાદો દાખલ કરેલ હતી.
ઉપરોકત બન્ને કેસો ચાલી જતા ફરીયાદી દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ, જુબાની, વિગેરે ઉપર આધાર રાખેલ, જયારે આરોપી પક્ષે એવો બચાવ કરેલ વિગેરે લેવામાં આવેલ હતો. જેની સામે ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવલ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ ઘ્યાને લઇ જામનગરના સ્પે. નેગો. કોર્ટ, મહે. 7માં એડી.ફ ચીફ. જયુડી. મમેજી. આર.બી. ગોસાઇ દ્વારા બન્ને કેસોમાં આરોપી, હિતેશ કીશોરકુમાર ગોહિલને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં બે વર્ષની સાદી કેદને સજા તથા બન્ને ચેકોની રકમ સાડા ત્રણ લાખ પુરાનો દંડ ભરવા હુકમ કરેલ અને સદર દંડની રકમ ા. સાડા ત્રણ લાખ ફરીયાદીને વળતર સ્વરુપે ચુકવી આપવા તથા આરોપી દંડની રકમ ન ચુકવે તો દરેક કેસમાંવધુ 4 માસની સજા, એટલે કુલ 8 માસની વધુ સજા ભોગવવા અંગે હુકમ કરેલ છે.
આમ ઉપરોકત વિગતે ચેક રીટર્ની અલગ અલગ બે ફરીયાદોમાં ફરીયાદી ભુપેન્દ્રસિંહ પથુભા જેઠવા તરફે વકીલ ઉદયસિંહ ડી. ચાવડા, બેનઝીર એ. જુણેજા તથા કપીલ તીથર્ણિી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : મોરબી રોડ પર તોડફોડ કરી છરી વડે હુમલો કરનાર ઇસમો પોલીસ પકડમાં, કરાવ્યું કાયદાનું ભાન 20m
February 22, 2025 02:42 PMરાજકોટમાં કેનાલ રોડ પર ધો. 12માં ભણતા છોકરાઓ છોકરીઓના ઘરમાં ફટાકડા ફેંકતા હોવાનો આક્ષેપ, મહિલાએ પાઠ
February 22, 2025 02:40 PMકુતિયાણા પંથકના દાના ગુન્હામાં ચાર મહિનાથી વોન્ટેડ શખ્શ ઝડપાયો
February 22, 2025 02:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech