ધુંવાવ નજીક આવેલી સહારા ઇન્ડીયા ટાઉનશીપ વાળી કરોડોની જમીનમાં યથાવત સ્થિતિ રાખવા કોર્ટનો હુકમ

  • October 04, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સહારા કંપની દ્વારા દેવ ઇન્ફ્રાસ્ટ્રકચરને જમીન વેંચાણ કરી દીધા બાદ ત્રાહીત કંપનીને વેચવાની હીલચાલ થતાં મામલો અદાલતમાં પહોંચ્યો: વી.એચ. કનારાની ધારદાર દલીલ બાદ કોર્ટનો વચગાળાનો આદેશ


જે તે સમયે બહુ ચચર્મિાં રહેલી જામનગરના પ્રવેશદ્વાર સમાન ધુંવાવ ગામ પાસેથી સહારા ઇન્ડીયા ટાઉનશીપ વાળી કરોડોની કિંમત ધરાવતી જમીન સંબંધે જામનગરની એડી. સિનીયર સીવીલ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવા વચગાળાનો આદેશ કર્યો છે, અત્રે નોંધનીય છે કે, સહારા કંપની દ્વારા આ જમીન દેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એગ્રીમેન્ટ સાથે વેચાણ કરવામાં આવ્યા બાદ અને કરોડોની રકમનું ચૂકવણું થઇ ગયા પછી પણ ત્રાહીત વ્યક્તિને જમીન વેચવાનો પ્રયાસ થતા સમગ્ર મામલો જામનગરની દીવાની અદાલતમાં લઇ જવામાં આવ્યો હતો, જેમાં દેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફી વચગાળાનો આદેશ થયો છે.


આ કેસની વિગત એવી છે કે સહારા ઇન્ડયન કોમર્શીયલ કોપોરેશન લીમીટેડ દ્વારા જામાગરમાં પૂર્વ દીશામાં પૂવર્વિ પાસે અવર્ચિીન સુવિધા સાથેનું ટાઉનશીપ ઉભા કરવા ગુજરાત સરકાર સરકાર સમગ્ર સ્કેમ મુકવામાં આવેલી અને સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ 1949 ની કલમ 54 તળે મંજુરી મેળવી ખેતીની જમીનો ખરીદ કરીન નવી ટાઉનશીપ બનાવામાં હાથ ઘર માં આવેલું. આ યોજના તળે સહારા કંપની સ્વર જુદા જુદા ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી કરી કુલ 146.215 એકર જમીન ખરીદ કરેલી. આ જમીન માં ટાઉનશીપ ઉભી કરવા આયોજન કરવામાં આવ્યું હતું. સારા કંપની દ્વારા આ કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન સહારા દ્વારા શરત ભંગ ના કારણે ખાલસા કરવાના હુકમ થી કરેલ હતો, જે હુકમ સામે સહારા કંપની એ ગુજરાત હાઇકોર્ટ માં સ્પે.સિવિલ એપ્લીકેશન દાખલ કરી હતી જમીન ખાલસા કરવા સામે મનાઈ હુકમ મેળવ્યો હતો, જે પીટીશન હાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ છે.


આ દ2મ્યાન સહારા કંપની ઘ્વારા મિલ્કતો વેચી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મિલ્કતોની 2કમ એ.બી.માં જમાં કરાવવા કરેલ આદેશ અનુસંધાન જામનગ2ની આ સ્કીમ સહારા કંપની દ્વા2ા દેવ ઈન્ફાસ્ટ્રકચ2 નામની પેઢીને વેચાણ આપવા રજીસ્ટંડ એગ્રીમેન્ટ ક2વામાં આવેલો અને દેવ ઈન્ફાસ્ટ્રકચર ઘ્વારા ા. 3,05,00,000 અંકે પિયા ત્રણ કરોડ પચાસ લાખ સુથી પેટે ચુકવવામાં આવેલ, જે સેબીના સહારા રિફંડ એકાઉન્ટમાં જમા ક2વામાં આવેલ.


આ દરમ્યાન સહારા કંપની ઘ્વારા આ ટાઉનશીપના સ્કીમ ત્રાહિત કંપનીને વેચાવા પ્રયાસ થતા દેવ ઈન્ફ્રાસ્ટ્રકચર ઘ્વારા જામનગ2 દિવાની અદાલતમાં વી.એચ.કનારા મારફત કરાર પાલન અને મનાઈ હુકમ માટે દાવો દાખલ ક2વામાં આવેલો અને સહારા કંપની આ ટાઉન શીપ વાળી મિલ્કત ત્રાહિત વ્યકિતને વેચે નહી તે અને પથાવત સ્થિતિ જાળવી રાખે તે માટે વચગાળાના મનાઈ હુકુમની માંગણી કરેલ. કેસના સંજોગો અને હકીકતો ઘ્યાને રાખી પાંચમાં એડી. સિનિયર સીવીલ જજ ખ્રિસ્તી એ સહારા કંપની સાથે યથાવત સ્થિતિ જાળવી રાખવા વચગાળાની મનાઈ હુકમ ફરમાવેલ છે. વાદી તરફે વકીલ વી.એચ.કનારા, શ્રઘ્ધા કનારા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application