એલ.સી.બી. એ વાંધાજનક વસ્તુઓ સાથે આરોપીઓને પકડી પાડી અને પોલીસ ખુદ ફરીયાદી બનેલ હતી
આ કેશની હકિકત એવી છે કે,આઈ.સી.આઈ.સી.આઈ. ખોડીયાર કોલોની શાખા તથા એસ.બી.આઈ. શરૂસેક્શન રોડ શાખાના બેંકના અધિકારીઓએ પોતાની બેંકના એ.ટી.એમ.માંથી કોઈએ ટેકનીકલ રીતે કેશડીસ્પેન્સમાં અને કૃત્ય કરી અને લાખો રૂપિયાની ચોરી કરી ગયેલ હોવાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ અને આ દરમ્યાન આ પ્રકારે ફરીયાદ જાહેર થતાં પોલીસ દ્વારા વોચ ગોઢવવામાં આવેલ અને આરોપી રામપકાશ રામકરણ અમરારામ ગોદરા જાટ રે. રાજસ્થાન અને તેમના સાગરીતો પંચવટી ખાતે આટાફેરા કરી રહયા હોવાની બાતમી મળતા, આરોપીઓની અટક કરવામાં આવેલ અને તેમના પાસેથી સેલેટસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટુર, ફેવકવીક, પી.વી.સી.પટ્ટી, વિગેરે મળી આવેલ અને મોબાઈલ ફોન મળી આવેલ અને અન્યના નામના એ.ટી.એમ.કાર્ડ મળી આવેલ અને એ.ટી.એમ.માંથી ચેડા કરી અને જે રોકડ રકમ ઉપાડવામાં આવેલ તે રોકડ રકમ પણ મળી આવેલ હોય, જેથી અન્ય ગુન્હો નોંધી અને ત્રણ ગુન્હામાં આરોપીઓને અટક કરવામાં આવેલ, અને જેલ હવાલે કરવામાં આવેલ.
જેથી આરોપી રામપ્રકાશ રામકરન અમરારામ ગોદાર દ્વારા જામીન મુક્ત કરવા માટે અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં પોલીસ દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવેલ અને જામીન ન આપવા રજુઆતો કરવામાં આવેલ અને સરકાર પક્ષે રજુઆતો કરવામાં આવેલ કે, આ ટોળકી સામે બારડોલી, નવસારી ખાતે પણ અલગ અલગ આ જ પ્રકારના ગુન્હાઓ નોંધાયેલા છે અને જામનગર ખાતે પણ ૩ ગુન્હાઓ નોંધાયેલા છે, અને તેઓ એ.ટી.એમ. મશીન જે જાહેર સંપતી છે, તે મશીન સાથે ચેડા કરી અને તેમાંથી ધારકના પરસેવાની કમાણી બારોબાર પોતાને મળી રહે તે રીતે કૃત્ય કરેલ છે, આ આરોપીઓ રીઢા ગુન્હેગાર છે, તેથી આવા આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી.
તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે આરોપી પાસેથી જે રોકડ રકમ કબજે કરવામાં આવેલ છે તે પોતાની રકમ છે, પરંતુ ગુન્હો દાખલ થયેલ હોય અને વાંધાજનક વસ્તુઓ મળી આવેલ હોય, તેથી તેમને ઓઢાળી દેવામાં આવેલ છે, તે માની શકાય વધુમાં જે સેલોટેપ, કટર અને ફેવીકવીક કબજે કરવામાં આવેલ છે, તેથી આરોપી છે, તો આ એક પણ વસ્તુઓ એવી વાંધાજનક વસ્તુ નથી, અને જામીન મુક્ત થવું તે આરોપીઓનો અધિકાર છે અને આ કેશમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે તે ટ્રાયલ દરમ્યાન તેની સાબીતી અને ના સાબીતી પ્રસ્થાપીત થાય તેમ હોય, હાલ તો તમામ અનુમાનો જ થાય, તે સજોગોમાં માત્ર અનુમાનોને આધારે આરોપીને લાંબો સમય સુધી જેલમાં રાખી શકાય નહી, તેવી ધારદાર રજુઆતો કરવામાં આવેલ.
આ તમામ રજુઆતો દલીલો ધ્યાને લઈ અને અદાલતે આરોપી રામપ્રકાશ રામકરન ગોદારાને એસ.બી.આઈ.ના એ.ટી.એમ. સાથે ચેડા કરવાના કેશમાં જામીન મુક્ત કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજીલ્લા પંચાયતમાં સરપંચ અને તલાટીમંત્રી માટે સિવિલ ડીફેન્સ તાલીમ યોજાઈ
May 15, 2025 11:52 AMપાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ સ્થળેથી કોઈ રેડિયેશન લીક થયું નથી: આઈએઈએ
May 15, 2025 11:51 AMજીલ્લાના ખેડૂતો બાગાયતી પાકો તથા મધમાખી ઉછેરને લગતા વિવિધ ઘટકો માટે સહાય
May 15, 2025 11:48 AMઅજય દેવગનનો પુત્ર યુગ કરાટે કિડ લેજેન્ડ્સમાં પોતાનો અવાજ આપશે
May 15, 2025 11:40 AM'જાટ' ઓટીટી પર રિલીઝ કરવા નિર્ણય
May 15, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech