અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીના અપમાનના મુદ્દે કોંગ્રેસ આક્રમક થતાં દિલીપ સંઘાણીએ પાયલ ગોટીને જેલમાં મળવા જવું પડ્યું હતું. દરમિયાન યુવતીએ જામીન અરજી મૂકી હતી. બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી છે.
દિલીપ સંઘાણીએ પાયલ ગોટી સાથે જેલમાં મુલાકાત કરી
પાટીદાર સમાજના આગેવાનો, ખોડલધામ ટ્રસ્ટીઓ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. આજે પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આથી
1 દિવસ પહેલા કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુંમરની જેલની મુલાકાત બાદ આજે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.
શું છે સમગ્ર મામલો
વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
28મી ડિસેમ્બર ધરપકડ, 29મીએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે વઘાસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech