૧ વર્ષથી કારખાનું બંધ હતું, મેતાજીએ બારોબાર કળા કરી બંધ ખાતાના નામે જી.એસ.ટી.રીફંડ મેળવી લીધું: પોલીસે કરોડોના કૌભાંડમાં આરોપીને રજૂ કરતાં આદાલતે તે જ દિવસે જામીન મુકત કરી આપ્યો
જામનગર તા ૧૯, જામનગરમાં બેડી બંદર રોડ ઉપર તીરૂપતી પાર્કમાં રહતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડયાએ આરોપી રાજુભાઈ જગેટીયા સામે ફરીયાદ નોંધાવી હતી તેમાં તેમના જુના ધંધાના નામે બોગસ જી.એસ.ટી. એકાઉન્ટ ખોલી તેમાં ટ્રાન્ઝેકશન કરી અંદાજે પાંચ કરોડ રૂપિયાનું જી.એસ.ટી. રીફંડ મેળવી લીધેલ અને મેતાજીએ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી ખોટું ખાતું ખોલાવી અને અર્થમેટ ફાયનાન્સીંગ ઈન્ડીયા પ્રા.લી.માંથી લોન પણ કારખાનાના નામે મેળવી લઈ અને બારોબાર વાપરી નાખેલ, આ ફરીયાદ જાહેર કરી અને આરોપીની ઘરપકડ કરી અને નામ.અદાલતમાં રજુ કરવામાં આવેલ.
જેથી આરોપીએ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ''૧ વર્ષ પહેલા ફરીયાદીના કારખાનામાં આરોપી મેતાજી તરીકે કામ કરતા હતા, અને તેઓ પોતાનું તમામ કારભાર સંભાળતા હતા અને તેમને પોતાના તમામ ધંધાના વ્યવહારથી વાકેફ હતા, અને તેનો ગેરલાભ લઈ અને આરોપીએ આ કારખાનું બંધ હોવાછતાં તેમના નામે ખોટા બિલીંગ કરી અને ખોટા ટ્રાન્સેકશન રેકર્ડમાં કરી અને મોટું કૌભાંડ કરેલ છે અને તે રેકર્ડ ઉપર આવેલ છે અને તેના કારણે ફરીયાદીને જી.એસ.ટી. વિભાગમાંથી નોટીસ આવતા આ તમામ ભાંડો ફુટી ગયેલ છે અને આ તમામ રેકર્ડ આરોપીએ સ્વીકાર કરેલ છે, આ તમામ દલીલો ધ્યાને લઈ અને આ કામના આરોપી સામે રેકર્ડ આધારીત કેશ છે અને પ્રથમદર્શનીય રીતે જણાય આવે છે કે, આરોપીએ આ કૌભાડ કરેલ છે, આ પ્રકારના આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં વેપારી આલમમાં ખોટી ઈફેકટ થશે.
આમ આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ તમામ ફરીયાદ જી.એસ.ટી. બાબતની છે અને આ ફરીયાદમાં કારખાને દારે વ્યવહાર કરેલ છે કે, હાલના આરોપીએ તે તપાસનો વિષય છે અને તે પુરાવાનો વિષય છે, આરોપી તે ફરીયાદીના કારખાનામાં કામ કરતો હોય, જેથી આ કૌભાંડ તેમને જ કરેલ હોય, તેવો કોઈ પુરાવો રેકર્ડ ઉપર હાલના આરોપીના નામનો આવેલ નથી અને માત્ર અને માત્ર અનુમાનીત આધારોથી મેતાજીની અટક કરી લેવામાં આવેલ અને પોલીસ રૂબરૂ કબુલાતો લેવડાવી અને આરોપી બનાવેલ છે.
જેમાં તેના સામે જે ગુન્હો દાખલ થયેલ છે, તેનું તમામ રેકર્ડ ધ્યાને લેવામાં આવે તો રેકર્ડ તમામ કબજે કરી લેવામાં આવેલ છે, જેથી હવે કોઈ વિશેષ તપાસ કરવાની જરૂરીયાતમાં આરોપીની હાજરીની જરૂરીયાત હોય, તેવું નથી અને જે ગુન્હો દાખલ થયેલ છે, તેની તમામ તપાસ આરોપી પક્ષ તરફથી સંપુર્ણ સરકાર આપતા પુર્ણ થઈ ગયેલ છે, જેથી આરોપીને આ પ્રકારે અનુમાનીત આધારના ગુન્હામાં જેલ હવાલે કરી શકાય નહીં, આમ, તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપીને પોલીસ નામ.અદાલતમાં લઈ આવેલ તે જ દિવસે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી રાજુભાઈ જગેટીયા તરફે વકીલ શ્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech