વિરમગામ પંથકમાં વિદેશી દાના ગુનામાં ખોટી રીતે ફસાવી દસ લાખનો તોડ કરવા ધાકધમકી આપી આપઘાતની ફરજ પાડવાના ગુનામાં સંડોવાયેલા વિરમગામના પી.એસ.આઇ. હિતેન્દ્ર મોહનભાઈ પટેલની આગોતરા જામીન અરજી ગોંડલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ મિક્રી કામ કરતા દીપક હરજીવનભાઈ ધ્રાંગધરીયા પાસેથી અગાઉ વિરમગામના રલ પીએસઆઇ હિતેન્દ્ર મોહનભાઈ પટેલે પ્રોહિબિશનનાં કેસમાં ા. ૩ લાખનો તોડ કર્યેા હતો, ત્યારબાદ ૧૪ તારીખે કોઈકનો દા પકડાયેલ હશે તેમાં પણ દિપક ધ્રાંગધરીયાનું નામ છે તેમ કહી ા. ૧૦ લાખની માંગણી કરતાં હોય જેથી દિપક ધાંગધરીયાએ વિરમગામનાં રલ પોલીસ સબઈન્સ્પેકટર પટેલથી ત્રાસીને આત્મહત્યા કરતો હોવાનું જણાવતો વિડીયો બનાવેલ અને ત્યારબાદ ખાંભા ગામે મોગલ માતાનાં મંદિર પાસે ગળાફાંસો ખાઈ લઇ જીવન ટૂંકાવી દીધું હતું. આ અંગે મૃતકના પત્ની અલ્પા દિપક ધ્રાંગધરીયાએ તા.૨૩૦૨૨૦૨૪ નાં રોજ લોધિકા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ–૩૦૬ અન્વયે વિરમગામ રલ પી.એસ.આઇ હિતેન્દ્ર મોહનભાઈ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં પતિએ આપઘાત કરતા પહેલા રાજકોટ પોલીસ કમિશ્રરને સંબોધીને વિડીયો બનાવેલ, તે પણ રજૂ કર્યેા હતો. જેમાં આરોપી હિતેન્દ્ર મોહનભાઈ પટેલ સામે ગુન્હો નોંધાતા તેણે ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તે આગોતરા અરજીમાં મુળ ફરિયાદી વતી રાજકોટનાં યુવા ધારાશાક્રી સ્તવન મહેતાએ લેખિતમાં વાંધો રજુ કરેલ તેમજ મૌખિક દલીલો કરીને આરોપી પીએસઆઇની આગોતરા અરજી નામંજૂર કરવા રજૂઆતો કરી હતી. ગોંડલનાં એડિશનલ સેશન્સ જજે આરોપીનાં એડવોકેટ, સરકારી વકીલ, મુળ ફરિયાદીનાં એડવોકેટને સાંભળેલ તેમજ પોલીસ પેપર્સ તથા સોગંદનામું ધ્યાને ધારાશાક્રી સ્તવન જી. મહેતા, નિકુંજ એમ. શુકલા, બ્રિજેશ ચૌહાણ, નિલરાજ રાણા, શ્યામ ત્રિવેદી તથા મદદનીશ તરીકે કશ્યપ પંડયા, નિશાંત ચાવડા, સત્યજીસિંહ જાડેજા, અને ઋષિત રોહિત રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલાં કર્યું મોંઘું પછી કરી દિધુ સસ્તું...ગોલ્ડ પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની આ કેવી રમત ચાલી રહી છે?
April 26, 2025 11:07 PMપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech