સુરતના માંગરોળમાં નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી. આ ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા છે. સાડાચાર મહિના પહેલાં, નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટ કસૂરવાર ઠેરવ્યા હતા. બંને આરોપીને સોમવારે સજાનું એલાન કરાશે.
નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા હતા. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
ત્રણ આરોપીમાં એકનું મોત, બે કસૂરવાર જાહેર
આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન (રાજુ) અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી લીધા હતા, જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટેમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેને કસૂરવાર ઠેરવ્યા છે અને સોમવારે 17 તારીખે સજા સંભળાવાશે.
શું હતો સમગ્ર મામલો?
આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ લઈ લીધા હતા.
ત્યાર બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું, જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.
આરોપીઓને રોકવા અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતાં, જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી, જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી. તે તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું, જોકે એ સમયે તેને ઈજા થઇ નહોતી.
ફરિયાદ પક્ષે દાખલારૂપ સજાની માગ કરવામાં આવી
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બનાવ સમયે ચંદ્રપ્રકાશને કારણે અને આરોપીઓ ફ્લેશ લાઈટ કરી હોવાના કારણે પીડિતા આરોપીઓના ચહેરા ઓળખતી હતી. આ કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માગ કરવામાં આવી છે.
મોબાઈલ ફ્લેશ લાઇટથી આરોપીની ઓળખ છતી થઈ
પીડિતાએ જુબાની દરમિયાન જણાવ્યું હતું કે બનાવના દિવસે પાંચમું નોરતું હતું. ચંદ્રનો પ્રકાશ હતો. આરોપીએ મોબાઈલ કાઢી ફોટો પાડતી સમયે ફ્લેશ લાઈટ ચાલુ કરતાં તેમનો ચહેરા સ્પષ્ટ દેખાતા હતા.
એક આરોપીનું મોત, બે સામે ટ્રાયલ ચાલી
સુરત જિલ્લા પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાંના એકનું હાર્ટ-બ્લોકેજને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે બે આરોપી વિરુદ્ધ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. હાઈકોર્ટના આદેશના અનુસંધાને 11 નવેમ્બરથી કોર્ટમાં સતત ડે-ટુ-ડે ટ્રાયલ શરૂ થઈ હતી. પીડિતા અને તેના મિત્રએ કોર્ટમાં ભયમુક્ત થઇ જુબાની આપી હતી.
15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી
સગીરા પર ગેંગરેપના ચકચારભર્યા કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવ્યા હતા, જેમણે દિવસ-રાતની મહેનત બાદ 467 પાનાંની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી, સાથે જ 2500 પાનાંની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 સાક્ષીનાં નોંધાયેલાં નિવેદનો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech