રાજકોટ, શાપર કે અન્ય સેન્ટરોમાં ચોટીલા પંથકમાંથી દેશી દારૂ સપ્લાય કરવાનું ચાલતું રેકેટ સ્ટેટ મોનીેટરીંગ સેલ (એસએમસી)એ પકડી પાડયું છે. રાજકોટ નજીક હલેન્ડા પાસે વોચ રાખી ૨૪૨૫ લીટર દેશી દારૂ ભરેલા કોથળાઓ સાથેની બોલેરો પીકઅપને ચાલક સાથે પકડી પાડી છે. દારૂના સપ્લાય નેટવર્કમાં ફત્પલજર ગામના ૧૧ શખસોના નામ ખુલ્યા છે.
રાજકોટ તરફ દેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચાલતું હોવાની એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાને માહિતી મળી હતી જેના આધારે પીએસઆઈ બી.એન.ગોહીલ તથા ટીમે વોચ ગોઠવી હતી. રાજકોટ પોલીસ કમિશનરેટ એરીયામાં આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં આવતા હલેન્ડા નજીક ઉમરાળી જવાના રસ્તા પરથી દેશીદારૂના બાચકા ભરીને નીકળેલા બોલેરો પીકઅપ વાનને અટકાવાઈ હતી. અંદરથી ૪૮૫૦૦ રૂપિયાના ૨૪૨૫ લીટર દેશીદારૂના કોથળા મળી આવ્યા હતા. ચાલક ચોટીલાના સાલખડા ગામનો ગીરીરાજ રવજી ચારમીયાને પકડી પાડી ૪૮૫૦૦ની કિંમતના દેશીદારૂ, વાહન, મોબાઈલ ફોન મળી કુલ રૂા.૫,૫૩,૬૭૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો શાપર ઠલવવા જતો હોવાની આરોપીએ કેફીયત આપી હતી. પુછપરછમાં ચોટીલાના ફત્પલજર ગામે દેશીદારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે ફત્પલજરના કુલદીપ મેરૂ વિકમા, ચેતન મુળુ વિકમા, વનરાજ ધીરૂભાઈ વિકમા, સાગર અનક વિકમા, અનીલ દેવા ગાંઠીયા, વિક્રમ નાનજી ગાંડીયા, જયરાજ દાદુ વિકમા, પુજા ધીરૂભાઈ વિકમા, જયરાજ ધીરૂભાઈ ધાંધલ, બોલેરોના માલીક ઉદય રાજુ સોનારા તેમજ શાપરમાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર મળી ૧૧ વોન્ટેડ ઈસમો સામે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
શાપર વેરાવળ ઔધોગીક વસાહત હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની ખપત થાય છે. ચોટીલા પંથકનો દારૂ કડક આવતો હોવાથી ત્યાંથી બુટલેગરો જથ્થો મંગાવી ડબલ માલ કરતા હોય છેની પણ વાત છે. રાજકોટ અને શાપર પોલીસ અંધારામાં રહી ગઈ કે, ્રઆખં આડા કાન ચાલતા હતા ? તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech