લોકસભાની ૨૫ અને વિધાનસભાની પાંચ બેઠકોની ૨૬ કેન્દ્રમાં ૪ જૂને મત ગણતરી

  • May 29, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ આફિસર તથા તમામ જિલ્લ ા ચૂંટણી અધિકારીઓ સાથે રાયના ૨૬ મતગણતરી કેન્દ્રો પર તા. ૪ જૂન, ૨૦૨૪ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચુટણીપચં દ્રારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

રાયના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. ૪ જૂન, ૨૦૨૪ના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાયમાં ૨૬ મતગણતરી કેન્દ્રો પર શ કરાશે. આણદં લોકસભા મતવિસ્તારમાં ૦૨ મતગણતરી કેન્દ્રો યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક–એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શ કરાશે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે ૫૬ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, ૩૦ ચૂંટણી અધિકારી અને ૧૮૦ મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે ૬૧૪ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેકટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. તા. ૨ જૂન સુધીમાં મતગણતરી માટેના તમામ આબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થઈ જશે.

શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના ૨૪ કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે ૫ વાગ્યે આબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવશે. મતગણતરીના દરેક ટેબલ પર એક માઈક્રો–આબ્ઝર્વર, એક કાઉન્ટીંગ સુપરવાઈઝર અને એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રો–આબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પચં દ્રારા માન્યતા પ્રા અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ–અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટસ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પચં દ્રારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે તેવા મીડિયાકર્મીઓ પણ પ્રવેશ કરી શકશે.
ચૂંટણી અધિકારીમદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પચં દ્રારા નિમણૂંક પામેલા આબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગમ ખોલવામાં આવશે. ત્યારબાદ ઈવીએમ રાઉન્ડવાઈઝ બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં લાવવામાં આવશે. સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમ મતોની ગણતરી શ કરાશે.
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ અંગે વાત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ મના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને મંજૂરી પ્રા રાજકિય પ્રતિનિધિઓ સિવાય અન્ય વ્યકિતઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
રાયના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેકસ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન, આઈ–પેડ કે લેપટોપ જેવા ઈલેકટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના આબ્ઝર્વર્સ પર આ પ્રતિબધં લાગુ પડશે નહીં. ઈટીપીબીએસની મતગણતરી પ્રક્રિયામાં આવશ્યક ઓટીપી મેળવવા રિટનિગ આફિસર, આસિસ્ટન્ટ રિટનિગ આફિસર અથવા કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પૂર્વપરવાનગી સાથે સાયલન્ટ મોડ પર મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર તથા પબ્લિક કોમ્યુનિકેશન મ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં કયાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

મતગણતરીના દિવસે વિંિંાત:યિતીહતિં.યભશ.લજ્ઞદ.શક્ષ પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાયકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.૧ ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application