પરિણામના વલણો સામે આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં મોટા ચહેરાઓ તેમની બેઠક પર આગળ ચાલી રહ્યા છે. ભાજપના દરેક મોટા નેતાઓ તેમની બેઠક લીડ કરી રહ્યા છે. વારાણસીથી પીએમ મોદી, ગાંધીનગરથી અમિત શાહ, રાજનાથ સિંહ લખનૌથી,ગાઝિયાબાદથી ભાજપ,ગોરખપુરથી બીજેપીના રવિ કિશન આગળ ચાલી રહ્યા છે પણ મનોજ તિવારી દિલ્હીમાં પાછળ ચાલી રહ્યા છે.પાટલીપુત્રમાંથી મીસા ભારતી અને કંગના રનૌત મંડીથી આગળ ચાલી રહ્યા છે. મેરઠમાં ભાજપ પાછળ ચાલી રહ્યું છે.
28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની તમામ બેઠકો માટે 19 એપ્રિલના રોજ મતદાન શરૂ થયું હતું અને 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. સાતમા તબક્કામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વારાણસીમાં પણ મતદાન થયું હતું. હવે તમામની નજર પરિણામો પર છે. આ સાથે જ દરેકની નજર દેશની તે સીટો પર ટકેલી છે જેના પર મોટા ચહેરાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની વારાણસી સીટ, ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર સીટ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ સીટ, સ્મૃતિ ઈરાનીની અમેઠી સીટ અને આવા જ મોટા ચહેરાઓ જે ચૂંટણી મેદાનમાં છે તેના પરિણામો પર લોકોની નજર છે. દેશમાં આ VVIP સીટ પર સૌની નજર રહેશે. કન્નૌજમાં અખિલેશ યાદવ,નાગપુરમાં નીતિન ગડકરી,ગોરખપુરમાં રવિ કિશન,મૈનપુરીમાં ડિમ્પલ યાદવ,વિદિશાના શિવરાજસિંહ ચૌહાણ,વારાણસીમાં નરેન્દ્ર મોદી,લખનૌમાં રાજનાથ સિંહ,સારણ બેઠક,અમેઠી બેઠક,સ્મૃતિ ઈરાની આ બધી બેઠકો પર પાર્ટીના મોટા નેતાઓ લડી રહ્યા હતા.
આરજેડી પ્રમુખ લાલુ યાદવની બંને પુત્રીઓ પોતપોતાની સીટ પરથી પાછળ ચાલી રહી છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી બિહારની પાટલીપુત્રા લોકસભા બેઠક પરથી આરજેડીના ઉમેદવાર છે. આ દરમિયાન રોહિણી આચાર્ય સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પ્રથમ વલણમાં એનડીએ 248થી આગળ, ઈન્ડિયા એલાયન્સ 101 અને અન્ય 37 બેઠક પર આગળચાલી રહ્યા છે. મોદી વારાણસીમાં આગળ તો રાહુલ ગાંધી રાયબરેલી-વાયનાડમાં આગળ ચાલી રહ્યા છે.
સામાન્ય ચૂંટણી 2024ના પરિણામો આજે જાહેર થવાનું છે. પરિણામ માટે મત ગણતરી બરાબર 8 વાગ્યે શરૂ થઇ ગઈ છે.મતગણતરી બાદ ટૂંક સમયમાં ચૂંટણીના વલણો બહાર આવવા લાગશે. આ વલણોના માધ્યમથી જાણી શકાશે કે કયો ઉમેદવાર કઈ બેઠક પરથી આગળ કે પાછળ છે. ત્યારબાદ બપોર સુધીમાં ચૂંટણીના પરિણામો સંબંધિત ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સંબંધિત કવરેજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થયા બાદ થોડી જ વારમાં વલણ આવવા લાગશે અને થોડા સમય બાદ પરિણામ પણ આવી જશે.
આ વખતે સામાન્ય ચૂંટણીનું શેડ્યૂલ
લોકસભા ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાઈ હતી.જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102, બીજા તબક્કામાં 26 એપ્રિલે 89, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94, ચોથા તબક્કામાં 96 મેના રોજ મતદાન થયું હતું. 20 મેના રોજ પાંચમા તબક્કામાં 13, અને 96 મતદાન થયું હતું. 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 49, 57 લોકસભા બેઠકો અને 1 જૂનના રોજ સાતમા તબક્કામાં 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
વર્તમાન 17મી લોકસભાનો સમયગાળો 16 જૂન 2024ના રોજ સમાપ્ત થશે. આ સામાન્ય ચૂંટણીમાં દેશમાં અંદાજે 97 કરોડ (96.8 કરોડ) નોંધાયેલા મતદારો હતા અને 10.5 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જ્યારે 55 લાખ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને ચાર લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech