શહેર ભાજપ પ્રમુખની નિમણૂંકનું કાઉન્ટ ડાઉન શરૂ

  • January 02, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા સહિત રાયભરના મહાનગરોમાં શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી પૂર્વે નિયુકિતનો ક્રાઇટેરિયા નક્કી કરવા આજરોજ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણી તેમજ પ્રદેશ ચૂંટણી અધિકારી ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સહિતના નેતાઓની આજે બપોરે ૧–૩૦ કલાકથી મહત્વપૂર્ણ મિટિંગ શ થઇ છે, આ મિટિંગમાં મહાનગર અને જિલ્લા પ્રમુખ પદ માટેનો ક્રાઇટેરિયા નક્કી થશે અને સાંજ સુધીમાં તેની જાહેરાત કરાશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આજે સાંજ સુધીમાં પ્રમુખ પદ માટેના માપદડં જાહેર થઇ જાય તેવી પુરી શકયતા છે, આવતીકાલે અને તા.૩ અને તા.૪ જાન્યુઆરીના રોજ દાવેદારોના ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ તા.૬ અને તા.૬ જાન્યુઆરીના રોજ સંકલન કરાશે, તા.૭ અને ૮ જાન્યુઆરીના રોજ પ્રદેશ ચુંટણી અધિકારી સમક્ષ રિપોર્ટ સુપ્રત થશે, યારે તા.૮ જાન્યુઆરીના રોજ પ્રદેશ ચૂંટણી અધિકારી દ્રારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમક્ષ રિપોટિગ રજૂ કરાશે, યારે તા.૯ અથવા તા.૧૦ જાન્યુઆરી સુધીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ નામોની જાહેરાત કરશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે અનેક દાવેદારો રેસમાં છે અને લોબિંગ કરી રહ્યા છે ત્યારે ત્રણ મુખ્ય માપદડં તો યથાવત જ રહેશે જેમાં દાવેદારની ઉંમર ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઓછામાં ઓછી ત્રણ ટર્મથી સંગઠનમાં સક્રિય સભ્ય હોવા જોઇએ અને સંગઠનની કામગીરીનો અનુભવ હોવો જોઇએ મતલબ કે નાની મોટી કોઇ જવાબદારી કે હોદ્દો સંભળ્યો હોવો જોઇએ. અલબત્ત માપદડં જાહેર થવાની રાહ જોઇ રહેલા આગેવાનો એ બાબતની ખાસ રાહ જોઇ રહ્યા છે કે કોર્પેારેટર સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રમુખપદ માટે દાવેદારી કરી શકશે કે કેમ ? આ નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી છે. વોર્ડ પ્રમુખ અને તાલુકા મંડલ પ્રમુખની નિમણુંકમાં એવો માપદડં હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિ તે માટે દાવેદારી કરી શકશે નહીં. હવે શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણુકં વેળાએ આ મુદ્દે રિલેકસેસન અપાશે તેવી ચર્ચા છે

મહાનગરોની સંખ્યા આઠથી વધી ૧૭ થતાં માપદડં થોડો હળવા કરાય તેવી સંભાવના
ગુજરાત રાયમાં હાલ સુધી રાજકોટ સહિત આઠ મહાનગરો હતા, દરમિયાન ગઈકાલે કેબિનેટમાં સરકારે વધુ નવ નગરને મહાનગરનો દરો આપતા હવે રાયમાં ૧૭ મહાનગરો અસ્તિત્વમાં આવ્યા છે, આ પરિસ્થિતિ જોતા હવે મહાનગરોના પ્રમુખ પદ માટેના માપદડં થોડા હળવા કરાય તેવી સંભાવના છે. હાલ તો દાવેદારો કાગડોળે નવા માપદડં જાહેર થવાની રાહ જોઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application