મોરબી પાલિકામાં નિવૃત્તિના નામે થાય છે ભ્રષ્ટાચાર ? કોંગ્રેસ અગ્રણીનો આક્ષેપ

  • August 22, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ બી. રબારીએ મોરબીનગરપાલિકામાં નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોકાવનારો આક્ષેપ કર્યો છે અને ભ્રષ્ટાચારને અટકાવવા માટે મોરબીનગરપાલિકાના વહીવટદાર એન.કે.મૂંછારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત પણ કરી હતી.


જે રજૂઆતમાં એવું જણાવવામાં આવ્યું છે કે, તા. ૧૮-૮-૨૦૨૩ ના રોજ સાંજના ૬.૦૦ વાગ્યે નગરપાલીકાના સફાઈ કર્મચારીના હાજરીસમયે સ્ટેશન રોડ ખાતે મોરબી નગરપાલીકાના કાયમી સફાઈ કર્મચારી એક મહિલાને નગરપાલીકાના સેનીટેશનના પટ્ટાવાળાભુદરભાઈ રૂડાભાઈ તેમજ ભાજપ સમર્થક ભરતભાઈ મગનભાઈ દ્વારા એવું કહ્યું હતું કે, તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામપર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અને રૂા.૧ લાખ તમો અમોને આપો. આ મુદ્દે સફાઈ કર્મચારીએ આગેવાનોસાથે વાતચીત કરતા આગેવાનોએ નગરપાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ આ બહેનનું નિવૃતિનું વર્ષ ૨૦૩૦ માં પુરૂ થાય છે. તેવોજણાવ્યું હતું
​​​​​​​
વધુમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલીકાના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર, ગેરરીતિ આચરવામાં આવે છે. હાલનગરપાલીકાના કર્મચારીઓ તેમજ આમ પ્રજામાં સફાઈકર્મીનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. તેમજ નગરપાલીકાના સફઈ કર્મચારીહાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ ઘણા લોકોસફાઈ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેતા હોય છે. આ તમામ બાબતો આમ પ્રજામાં ચર્ચાતી હોય છે. તેવું તેમણે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application