સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કચરાની ગાડીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરતા વિપક્ષી નેતા

  • April 20, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમો કચરાની ગાડીમાં ભ્રષ્ટાચાર પકડી શકીએ છીએ તો તમે શા માટે પકડતા નથી ? તમારી કામગીરી શું ? બોર્ડમાં સીધો સવાલ કરતા ધવલ નંદા

જામનગર કોર્પોરેશનમાં સોલીડ વેસ્ટ વિભાગ સામે અવારનવાર આંગળી ચીંધવામાં આવે છે, થોડા દિવસ પહેલા જ કચરાના બદલે કેરણ ભરતી ગાડી વિપક્ષી નેતા ધવલ નંદા અને અન્ય સભ્યોએ પકડી પાડીને રોજકામ કરાવ્યું હતું અને હવે આ પ્રશ્ર્ન ગઇકાલે ફરીથી બોર્ડમાં ઉઠયો હતો, સોલીડ વેસ્ટ વિભાગની કચરાની ગાડીમાં ભ્રષ્ટાચાર થાય છે અને તેમાં આ વિભાગના કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા છે તેવો આક્ષેપ કરતા બોર્ડમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને અધિકારીઓએ પણ કચરાની ગાડી અંગે લુલો બચાવ કર્યો હતો.
મહાપાલિકાની જનરલ બોર્ડની સભામાં અધિકારીઓને આડે હાથ લેતા વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, કચરાની ગાડીમાં કેરણ અને અન્ય વસ્તુઓની હેરફેર થાય છે અને અમે આવી ગાડીઓ પકડી છીએ અને રોજકામ કરાવીએ છીએ તો આવી ગાડી પકડવાની જવાબદારી તમારી નથી ? કંપનીને શા માટે છાવરવામાં આવે છે અને ટર્મીનેટ કરવામાં આવતી નથી ? હું તો ત્યાં સુધી કહું છું કે સોલીડ વેસ્ટ શાખામાં ભ્રષ્ટાચાર થાય છે તેમાં કેટલાકની સંડોવણી છે.
તેમણે અધિકારીઓને કહયું હતું કે, તમે એકવાર ગાડી પકડીને દેખાડો તો ખરા, અમારાથી જે કામ થાય છે તે તમે શા માટે કરતા નથી ? ૫ વર્ષમાં રુા.૧૧૦ કરોડ ઘનકચરાના નિકાલ માટે ફાળવવામાં આવે છે ત્યારે આ અંગે તપાસ કરવાની જરુર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application