બરોડા ડેરી સામેના ભ્રષ્ટાચારના આરોપનો મામલો, MLA કેતન ઇનામદાર સહિત પાંચ ધારાસભ્યો મેદાને…જાણો મામલો

  • February 14, 2023 04:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

બરોડા ડેરીમાં થતાં વહિવટને લઈને ગેરરીતી થયાના આરોપો સામે આવી રહ્યા છે. અને આ આરોપો કોઈ ડેરીના કર્મી નહીં પરંતુ ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા લગાવવામાં આવ્યો છે. જેને લઈને બરોડા ડેરી ચર્ચામાં આવી ગઈ છે. અને આ જ મામલાને લઈને હવે MLA કેતન ઈનામદાર સહિત પાંચ ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે. ત્યારે જાણીએ શુ છે આ ગેરરીતી વહીવટના આરોપ….


બરોડા ડેરી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર હવે એકલા રહ્યા નથી તેમની સાથે હવે અન્ય ચાર ધારાસભ્યો પણ જોડાશે. જેમાં શૈલેષ મેહતા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાશે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આગામી 17 ફેબ્રુઆરીએ આરોપ લગાવનારા તમામ 5 ધારાસભ્યો ત્રિમંદિર ખાતે સવારે 11 કલાકે ભેગા થશે. ત્યારબાદ જિલ્લાના 5 ધારાસભ્યો તેમજ પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો સાંભળશે. તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. જેમાં બરોડા ડેરી દ્વારા પશુપાલકોને રાજ્યના બીજા સંઘોની સરખામણીએ કિલો ફેટ ઓછાભાવનો મુદ્દે, ઉપરાંત બજારમાં ખરીદભાવ કરતા ઉંચા ભાવે વેચાણ, દૂધની મંડળીઓ બંધ થવા સહિતના મામલાના પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવશે.


શુ છે મામલો ?

સમગ્ર મામલે વાત કરીએ તો બે દિવસ પહેલા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સનસનીખેજ આરોપો બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને કરવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્યએ કહ્યુ હતુ કે, બરોડા ડેરીના નિયામક મંડળ અને એમ.ડી પશુપાલકના હિતમાં નિર્ણયો લેતા નથી. આ સાથે તેમણે કોલ્ડ રૂમના ભ્રષ્ટાચારનો પણ આરોપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, કોલ્ડ રૂમનું ટેન્ડર ૨૪ લાખનું હતુ તો ૨૯ લાખમાં આપ્યું તેમજ જે એજનસીનું 24 લાખનું ટેન્ડર હતું તેનેજ 28 લાખ આપ્યું છે. આ સાથે તેમણે ચીઝ કેટલના ટેન્ડરમાં પણ રૂપિયા 37 લાખનો ભ્રષ્ટ્રાચાર થયોનો આરોપ લગાવ્યો હતો. બોડેલી ચિલિંગ સેન્ટરનો ક્ષમતા મુજબ ઉપયોગ ન કરીને ડેરીને નુકશાન કર્યું છે. તેમ ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application