મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે સ્વચ્છતા રાખવા કોર્પોરેશનનો અનુરોધ

  • August 04, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણીની ટાંકી સાફ કરવા અને લોકોને સજાગ રહેવા મેયરની અપીલ

જામનગર મહાનગરપાલિકાના મેયર દ્વારા અપીલ કરવામાં આવે છે કે શહેરમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થયેલ છે, ત્યારે પાણીના ભરાવાને કારણે મચ્છરની ઉત્પતિની શક્યતા વધી જવા પામે છે. મચ્છરની ઘનતામાં વધારો થતા મચ્છરજન્ય રોગો જેવા કે  મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાના કેસો થવાની શક્યતા વધી જાય છે.
મચ્છરોની ઉત્પતિની અટકાયત તથા મચ્છરજન્ય રોગના નિયંત્રણ માટે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. ‘પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકી, ફૂલદાની, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં બે વખત અચૂક સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે, તે રીતે સફાઈ જાળવો.
ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ નહી, તેથી આવી તમામ વસ્તુઓનો નિકાલ કરો. દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનીટનો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરનાં પોર જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે ૧૦:૦૦ મિનીટ ફાળવવાથી ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાથી બચી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application