લાલવાડીમાં એક આવાસના રહેવાસીને મકાન ખાલી કરવા કોર્પોરેશનની નોટીસ

  • June 29, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા દ્વારા જર્જરીત મકાન માલિકોને નોટીસ આપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે ત્યારે ગઇકાલે લાલવાડી વિસ્તારમાં આવેલ ફલેટ નં.૧/૧ના મકાનધારકને મકાન ખાલી કરવા નોટીસ પાઠવી દેવામાં આવી છે.
ટીપીઓ દ્વારા અપાયેલી આ નોટીસમાં જણાવાયું છે કે, વોર્ડ નં.૧૧માં ૫૧૨ શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત આ મકાનનો ભાગ ભયજનક છે અને ગમે ત્યારે પડી જાય તેવી શકયતા છે, ઉપરાંત જાહેર રસ્તા ઉપર આવતા-જતા લોકો માટે પણ જોખમરુપ છે, ત્યારે આ મકાન તાત્કાલીક ખાલી કરી દેવું જોઇએ તેમજ આ હુકમ મળ્યે તરત જ ઇમારતનો ભયજનક ભાગ રીપેર કરી સ્ટ્રેનધનીંગ કરી સ્ટ્રકચર એન્જીનિયરનું ભયમુકત થયાનું પ્રમાણપત્ર પણ મેળવી લેવા નોટીસમાં જણાવાયું છે અને જયાં સુધી મકાન રીપેર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application