જામનગર શહેરમાં અવાર નવાર ભૂગર્ભ ગટર છલકાવાનાં બનાવો બનતા જાય છે. તેનાથી લોકો પરેશાન થઇ જાય છે. કેટલીક મોટી હોટલનાં સંચાલકો દ્વારા કોર્પોરેશનની સુચના હોવા છતાં પણ એની અવગણના કરવામાં આવે છે અને મ.ન.પા.ની નોટીસનો ઉલાળ્યો કરવામાં આવે છે. આ પહેલા પણ સુચના આપી હોવા છતાં લાલબંગલા પાસે આવેલ ચેતના હોટલનાં સંચાલકો દ્વારા નિયમોનો ભંગ કરીને ભૂગર્ભ ગટરમાં કચરો ફેકવામાં આવતા કોર્પોરેશને તેની સામે કડક કાર્યવાહી કરી છે. સ્થળ ઉપર જ ભૂગર્ભ ગટરમાંથી કચરો બહાર નીકળતા કોર્પોરેશનના અધિકારીઓએ ા. દસ હજારનો દંડ ફટકાર્યો હતો. અને હવે જો કચરો ફેંકશે તો હોટલ સીલ કરવામાં આવશે. કોર્પોરેશનનાં અધિકારીએ દિવસ દરમ્યાન 17 હોટલ પર ચેકીંગ કર્યું હતું જેમાં ચેકીંગ દરમ્યાન 11 હોટલનાં સંચાલકો દ્વારા ભૂગર્ભમાં ગટરમાં હોટલનો કચરો ફેંકાતો હોય, ા. 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સ દ્વારા ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટ ભુગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતો હોય છે. જેના કારણે માનાપા નું ભૂગર્ભ ગટર નેટવર્ક ચોકઅપ થાય છે. અને લોકો ને હેરાનગતિ નો સામનો કરવો પડે છે. તેમજ રોગચાળો ફેલાવા નો પણ ભય રહે છે.
જે ધ્યાને લેતા જામનગર શહેર ના હોટલ-રેસ્ટોરન્ટ્સ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તા. 19-01-2025 ના રોજ 17 હોટલ-રેસ્ટોરન્ટ્સ ની મુલાકાત કરવામાં આવી હતી. આ પછી 11 હોટલ-રેસ્ટોરન્ટ્સ ધારકો પાસેથી રૂ. 1,10,000 નો દંડ વસુલવામાં આવ્યો.હતો. તેમજ તેઓને 24 કલાક માં ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટ ભૂગર્ભ ગટરમાં ન જાય તે મુજબ ની વ્યવસ્થા કરવા ની સૂચના આપવામાં આવી હતી. જો તેઓ સૂચવ્યા મુજબની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જશે તો રેસ્ટોરન્ટ્સને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ હોટેલ, રેસ્ટોરન્ટ્સ, વાડીઓ, પાર્ટી પ્લોટ્સ વિગેરે ને તેઓ ના ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટ નો મ.ન.પા. ની ભૂગર્ભ ગટરમાં ન જાય તે મુજબની વ્યવસ્થા કરવા જાણ કરવામાં આવી છે. જ્યારે મ.ન.પા.ની ટીમ ચેકિંગમાં આવશે ત્યારે યોગ્ય વ્યવસ્થા જોવા ન મળ્યે થી ઉપર જણાવ્યા મુજબ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી સોલીડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, કેતન કટેશીયા, ફુડ વિભાગના જાસોલીયા સહિતનાં સ્ટાફે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો વચ્ચે અથડામણ, ત્રણ આતંકવાદી ઠાર
May 13, 2025 03:07 PMપોરબંદરમાં આપત્તિ વ્યવસ્થાપન માટે યોજાયેલી બેઠકમાં કાયમી ધોરણે મદદપ બનવા બની ટીમ
May 13, 2025 03:05 PMનિવૃત્તિ બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પહોંચ્યા વૃંદાવન
May 13, 2025 03:04 PMમોઢવાડા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ આપી ખાસ હાજરી
May 13, 2025 02:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech