મહારાષ્ટ્રના થાણેમાં કોરોના બ્લાસ્ટ, 20 દર્દીના સેમ્પલમાંથી 5માં નવો વેરિઅન્ટ

  • December 25, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો નવો વેરિઅન્ટ જેએન 1 ખુબ ઝડપથી ફેલાયી રહ્યો છે અને તેની અસરો સામે આવી રહી છે. એકલા મહારાષ્ટ્રમાં થાણેમાં કોરોના બ્લાસ્ટ થયો છે અને 20 દર્દી ના સેમ્પલ લેવાયા તેમાંથી 5 માં નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે.જેથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.
મહારાષ્ટ્રના થાણેમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર,થાણે શહેરમાં 20 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી જેએન.1 વેરિઅન્ટના 5 કેસ મળી આવ્યા હતા.મહારાષ્ટ્રના થાણેમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં, કોરોના વાયરસ જેએન.1 નું નવું સ્વરૂપ 20માંથી 5 નમૂનાઓમાં મળી આવ્યું છે. હાલમાં થાણેમાં કોરોનાના 28 સક્રિય કેસ છે. જેમાંથી માત્ર બે જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, બાકીની સારવાર તેમના ઘરે થઈ રહી છે. જેમનામાં નવા વેરિઅન્ટના લક્ષણો દેખાયા છે તેમાં એક મહિલા પણ સામેલ છે. જો કે તે ઘરે જ સારવાર લઇ રહી છે.

આ રાજ્યમાં પણ કેસ વધ્યા

જણાવી દઇએ કે મહારાષ્ટ્ર ઉપરાંત કોરોના ના દર્દી ઓ કનર્ટિક,તમિલનાડુ, કેરલ અને ગોવા માં પણ સામે આવ્યા છે. નીતિ આયોગના સદસ્ય ડો. વી.કે.પોલ એ જણાવ્યું હતું કે દેશભર માં સબ વેરિઅન્ટના કિસ્સા ઓ વધી રહ્યા છે. આથી રાજ્યો માં કોરોના ટેસ્ટીંગ વધારવું જ રહ્યું. સાથે મોનીટરીંગ સીસ્ટમ પણ સતેજ બનાવવી પડશે.

કોરોનાના જેએન .1 માટે અલગ રસી બનાવવાના વિજ્ઞાનીઓના પ્રયાસા

પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ કોરોનાના સબ-ફોર્મ જેએન .1ને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં સફળતા મળ્યા બાદ હાલની રસીઓની આના પર શું અસર થશે તે જાણી શકાશે. એનઆઈવીના વરિષ્ઠ વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, વાયરસને અલગ કરવા માટે ભારે વાયરલ લોડ જરૂરી છે. વર્ષ 2020 માં, જ્યારે કોરોનાને પ્રથમ વખત અલગ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે નમૂનામાં ભારે વાયરલ લોડના અભાવને કારણે બે વાર નિષ્ફળતા મળી હતી. આ વખતે કેરળની હોસ્પિટલોમાં દાખલ ગંભીર રીતે બીમાર દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી અને વેરિઅન્ટને અલગ કરવા માટે તેમના નમૂનાઓ માંગવામાં આવ્યા હતા. એનઆઈવીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જેએન .1 પેટાપ્રકાર માટે વિશ્વમાં બહુ ઓછા પુરાવા છે. અત્યારે આપણી પાસે જીનોમ સિક્વન્સિંગ અને તેમાંથી મેળવેલા આનુવંશિક ચાર્ટ સિવાય બીજું કંઈ નથી. આઇસોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, આપણી પાસે જીવંત વાયરસ હશે, જેનો અભ્યાસમાં ઉપયોગ કરી શકાય છે. દરમિયાન, કોવિડ-19 રસીકરણ માટેની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના અધ્યક્ષ ડો. એન.કે. અરોરાએ કહ્યું કે અત્યારે ચોથો ડોઝ લેવાની જરૂર નથી. હાલમાં, જે લોકો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે અથવા જેમને સહ-રોગ છે, તેમજ જેમણે હજુ સુધી ત્રીજો ડોઝ લીધો નથી. આવા લોકોએ રસીનો ત્રીજો ડોઝ લેવામાં વિલંબ ન કરવો જોઈએ.

પહેલા ઉંદરોને રસી આપી અભ્યાસ કરાશે

જેએન .1 સબફોર્મને અલગ કયર્િ પછી, વૈજ્ઞાનિકોએ સીરિયન ઉંદરો પર એક અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે, જે મુજબ પ્રથમ ઉંદરોને ભારતના રાષ્ટ્રીય એન્ટી-કોરોના રસીકરણમાં સમાવિષ્ટ રસીના ડોઝ આપવામાં આવશે. તેમાં કોવેક્સીન અને કોવીશીલ્ડ પણ સામેલ છે. થોડા સમય પછી, જ્યારે એન્ટિબોડીઝ વિકસિત થાય છે, ત્યારે તેમને જેએન .1 સબ-ફોર્મનો ડોઝ આપવામાં આવશે, જેથી તે જાણી શકાય કે જેમને રસી આપવામાં આવી છે તેમાં તે કેવી રીતે કામ કરે છે? આ અભ્યાસથી એ જાણવા મળશે કે નવી રસી કે અન્ય રસીના ડોઝ લેવા જોઈએ કે નહીં.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ ઘણી સારી

એનઆઈવી વિજ્ઞાનીઓનું કહેવું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ ઘણી સારી છે, પરંતુ અત્યાર સુધી જે આંકડા બહાર આવ્યા છે તે દશર્વિે છે કે ભારતમાં 6.98 ટકા સેમ્પલ જેએન.1થી સંક્રમિત છે, જે કેનેડા (6.8%) કરતા વધારે છે. , યુકે (5.6%) અને સ્વીડન (5.0%) કરતાં વધુ. પરંતુ, ફ્રાન્સ (20.1%), અમેરિકા (14.2%) અને સિંગાપોર (12.4%) કરતાં સ્થિતિ સારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application