TAT 2ની પરીક્ષામાં કોપી કેસ : રાજકોટમાં એક ઉમેદવાર પુસ્તકના પેઇજમાંથી લખતો CCTVમાં ઝડપાયો

  • September 18, 2023 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગઇકાલે TAT 2ની પરીક્ષા યોજાઇ હતી. જેમાંથી એક પરીક્ષાર્થી ગેરરીતિ કરતા ઝડપાયો હતો. જેની સામે કોપીકેસ કરવામાં આવ્યો હતો.  


વિગત અનુસાર, ગઇકાલે સૌરાષ્ટ્રના 10065 ઉમેદવારોએ ધો.11-12માં શિક્ષક બનવા માટે TAT 2ની પરીક્ષા આપી હતી. ત્યારે રાજકોટ શહેરની સેન્ટ મેરી સ્કૂલમાં ભાવનગર જિલ્લાનો ઉમેદવાર સામત ચાવડા પર કોપીકેસ કરવામાં આવ્યો છે. આ ઉમેદવારનો મુખ્ય વિષય વ્યાયામ અને યોગ હતો. ચાલુ પરીક્ષામાં ઉમેદવાર પુસ્તકના પેઇજમાંથી લખતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં નજરે પડ્યું હતું. જેને લઇને ઉમેદવાર સામે કોપીકેસ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application