અસલી જેવી જ કોપી: આ 6 હસીના છે ઐશ્વર્યા રાયની હમશકલ

  • December 23, 2023 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનુષ્કા શર્માથી લઈને આલિયા ભટ્ટ સુધીની કેટલીય બોલીવુડ એક્ટ્રેસની હમશકલ જોઈ હશે. આ એક્ટ્રેસિઝની માફક જ હમશકલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર થઈ જાય છે.ઐશ્વર્યા રાય બચ્ચનની 6 હમશકલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાથી ત્રણ ખ્યાતનામ એક્ટ્રેસ છે, જે ફિલ્મો અને વેબસીરીઝમાં કામ કરી ચુકી છે અને બાકીની ત્રણ હસીનાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. ઐશ્વર્યા રાય બચ્ચનની ત્રણ હમશકલ હસનીઓએ તેની માફક ફિલ્મોનું પોતાનું નસીબ અજમાવી જોયું પણ કોઈ એક્ટિંગમાં ઐશ્વર્યા જેવી સફળતા મેળવી શક્યું નહીં, તેમ છતાં પણ તે પોતાના લુક્સ અને ટેલેન્ટના કારણે ફિલ્મોમાં નામ કમાઈ શકી.

સ્નેહા ઉલ્લાલે ઐશ્વર્યા રાયના એક્સ બોયફ્રેન્ડ રહેલા સલમાન ખાન સાથે ફિલ્મોમાં આવી હતી. તેણે ફિલ્મ લકી: નો ટાઈમ ફોર લવથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.  મરાઠી એક્ટ્રેસ માનસી નાઈક ઐશ્વર્યા રાયની શકલ મળવાના કારણે ખબ જ ચર્ચામાં આવેલી છે. એક્ટ્રેસે પોતાના લગ્નમાં ફિલ્મ જોધા અકબરમાંથી એશનો લુક કેરી કર્યો હતો. માનસી એકદમ હૂબહૂ ઐશ્વર્યા જેવી જ દેખાય છે. વેબ સીરીઝ ક્લાસથી દર્શકોના દિલમાં રાજ કરનારી એક્ટ્રેસ અંજલિ શિવરામનની શકલની સાથે સાથે તેનો અંદાજ પણ ઐશ્વર્યા રાય સાથે ભળતો આવે છે જો કે અંજલિ ખૂબ જ ટેલેન્ટેંડ હોવા છતાં ઐશ્વર્યા રાયની માફક ઈંડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવી શકી નહીં.

અમુઝ અમૃતાની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે તેની શકલ ઐશ્વર્યા રાયને ખૂબ જ મળતી આવે છે. અમુઝ અમૃતાની આંખો એકદમ દેવદાસની એક્ટ્રેસ જેવી દેખાય છે. ઐશ્વર્યા રાયની હમશકલ ખાલી આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. ઈરાની મોડલ મહાલાધા જાબેરીનો ચહેરો ઐશ્વર્યા સાથે મળતો આવે છે, તેથી જ તો ભારતમાં મહાલાધા ખૂબ જ પોપ્યુલર છે.ઐશ્વર્યા રાયની હમશકલ આમના ઈમરાન પાકિસ્તાનમાં જાણીતું નામ છે. આમના ઈમરાન ખુદ ઐશ્વર્યા રાયની બહુ મોટી ફેન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application