મધ્યાન ભોજન યોજનાના મેનુમાં રાંધવો તો કંસાર, ને થઈ ગઈ થુલી

  • August 30, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએમ પોષણ મધ્યાન ભોજન યોજનાના દૈનિક વાનગી મેનુમાં સરકારે ફેરફાર કરી તે અંગેનો પરિપત્ર સંબંધિત તંત્રને મોકલી આપ્યો છે. પરંતુ આવો પરિપત્ર મળતાની સાથે જ મધ્યાન ભોજન યોજનાનું સંચાલન કરતા શાળા સંચાલકો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે. રાયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિધાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં બુધવારે દાળ ભાતનો સમાવેશ કરવા સૂચના આપી છે પરંતુ સરકાર દ્રારા આ માટે ચણા ફાળવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાતા ચણામાંથી ભાત સાથે મેચ થાય તેવી દાળ કેમ બનાવવી? તે મોટી સમસ્યા ઊભી થઈ છે.
ઓલ ગુજરાત રાય મધ્યાન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશી એ આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને રજૂઆત કરીને જણાવ્યું છે કે દાળ માટે ચણાની નહીં પરંતુ દાળની જરિયાત હોય છે. તેથી જો દાળ ભાત આપવાના થતા હોય તો ચણાની જગ્યાએ દાળ ફાળવવી જોઈએ.
મંગળવારના મેનુમાં પણ ફેરફાર માટેના સૂચનો મંડળ દ્રારા કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે મંગળવારે દાળ ઢોકળી અને શાકનું મેનુ છે. પરંતુ દાળ ઢોકળીમાં જ ટમેટા મરચા કોથમીર સરગવાની સિંગ વગેરે આવી જતા હોવાથી અલગથી શાક માટેની જરીયાત રહેતી નથી.
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત હવે પીએમ પોષણ યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને અપાતા ભોજનમાં અઠવાડિયામાં પાંચ દિવસ શાકભાજી પીરસવાનું નિર્ણય કરવામાં આવ્યો છે અહીં નોંધવું જરી છે આ અગાઉ સાહ મા બે વખત શાક આપવામાં આવતું હતું હવે નવા નિયમ મુજબ સાહમાં પાંચ દિવસ શાકભાજી આપવામાં આવશે આ મેનુ નો અમલ ૧ લી સપ્ટેમ્બર થી કરવામાં આવશે.
પીએમ પોષણ યોજના હેઠળ રાયની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકોને અપાતા ભોજન ના મેનુમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે પ્રાથમિક શાળાના ભૂલકાઓને મધ્યાન ભોજનમાં રોજ શાકભાજી ખાવા મળશે જૂના મેનુમાં સાહમાં બે વખત શાક મળતું હતું હવે સાહમાં પાંચ દિવસ શાક પીરસવામાં આવશે મધ્યાન ભોજન યોજનાના નવા મેનુ મુજબ લીલા શાકભાજી પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
નવા મેનુ મુજબ હવે બાળકોને વેજ પુલાવ આપવામાં આવશે સાથે દેશી ચણાનું શાક આપવામાં આવશે ઉપરાંત દાળ–ભાત સાથે એક શાક ઉમેરવામાં આવ્યું છે અગાઉ ગુવારના દિવસે બાળકોને દાળઢોકળી મળતી હતી પરંતુ નવા મેનુમા દાળ ઢોકળી સાથે બાળકોને લીલું શાક અને સુખડી પણ મળશે કઠોળ કે દાળનો જથ્થો ઉપલબ્ધ ન હોય તે દિવસે કેલેરી અને પ્રોટીનનું પ્રમાણ જળવાય તે મુજબનું ભોજન આપવાનું રહેશે મધ્યાહન ભોજનમાં હાલના મેનુની જગ્યાએ નવું મેનુ અમલી બનાવવામાં આવશે.
આ માટે ગત ઓકટોબર મહિનામાં ગુજરાત રાયના મુખ્ય સચિવ ની અધ્યક્ષતામાં સટીયરીંગ કમિટી અને મોનિટરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં પીએમ પોષણ યોજના હેઠળના મેનુ નામલીકરણમાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને જરી સુધારા વધારા કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ મેનુમાં બદલાવ લાવવાનું રાય સરકારે નક્કી કયુ હતું સરકાર તરફથી મળતા નિયત અનાજ કઠોળ તેલ અને લીલા શાકભાજીના જથ્થા પ્રમાણમાં ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર નિયત કરેલી કેલેરીનું પ્રમાણ જાળવી સમગ્ર રાયમાં એક સાથે અમલ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેનો અમલ આગામી પહેલી સપ્ટેમ્બર ૨૦૨૪ થી કરવામાં આવશે હવે મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News