હળવદના પીઆઇની બદલીનો વિવાદ વકર્યો, પ્રજાજનોમાં રોષ: મામલતદારને આવેદન

  • September 21, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.ની ખોટી રીતે બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદન પાઠવાયું હતું.તાલુકા મથકમાં ફરજ બજાવતા પી.આઇ.ની ભાજપના આગેવાને સાથીદારો સાથે મળી ગાંધીનગરમાં ગૃહ મંત્રી પાસે  તદન ખોટી રજૂઆત કરી રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવી હોય જેને લઈ પી.આઈની બદલી રોકવાની માંગ સાથે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ છે.
​​​​​​​
હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હળવદ  મામલતદારને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકીય આગેવાને સાથીદારો સાથે મળીને મંત્રીને ખોટી રજૂઆતો કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. કે.એમ. છાસિયાની બદલી કરાવી છે. જેનું મુખ્ય કારણ ગત તા.૦૩-૦૯-૨૦૨૩ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા ૧૦ લોકોને પોલીસે પકડી પાડ્યા હતાં જેમાં એક વ્યક્તિ સતા પક્ષના આગેવાનનો ભત્રીજો હોય તેને બચાવવા માટે પી.આઇ. કે.એમ.છાસિયાને ભલામણ કરવામાં આવી હતી. પરંતુ પ્રમાણિક પી.આઇ તાબામાં નહિ આવતા ગાંધીનગર ગૃહ મંત્રીને ખોટી રજૂઆત કરીને તાત્કાલીક બદલી કરાવી હોવાના આક્ષેપ થયો હતો. જેને કારણે હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને ઠેસ પહોચી છે. તેમજ તાલુકાનાં લોકો પણ નારાજ થયેલ છે. તેથી બદલી તાત્કાલિક રોકી દેવામાં આવે, નહિ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સમસ્ત અનુસૂચિત સમાજના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application