ગુલાબનગરમાં ફોટો પાડવા બાબતે તકરાર

  • April 24, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહનનો કાચ તોડી નાખ્યાની એક સામે ફરિયાદ

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને વેલ્ડીંગકામ કરતા એક યુવાને પોતાની સાથે ફોટો પડાવવા જેવી બાબતે તકરાર કરી પોતાના પરિવારની કારમાં તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડવા અંગે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ગુલાબનગર રવિપાર્ક વિસ્તારમાં રહેતો ફહીમ ઈરફાનભાઇ મુરીમાં નામનો સીદી બાદશાહ યુવાન કે જે વેલ્ડીંગ કામ  કરે છે, જે પોતાની દુકાનની બહાર એક વાહન સાથે ઉભા રહીને ફોટા પડાવતો હતો.
 જે દરમિયાન પાડોશમાં રહેતો ઇબ્રાહીમ અકબર વાઘેર ઉર્ફે જોન નામનો શખ્સ આવ્યો હતો, અને મારા પણ ફોટા પાડવાનું કહીને બબાલ કરી હતી. જેથી તેના ફોટા પાડવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને લાકડાના ધોકા વડે ફરિયાદીના પરિવારની કાર નં. જીજે૩એએચ-૨૧૯૮માં તોડફોડ કરી નાખી આગળનો કાંચ તોડી નાખ્યો હતો, અને નુકસાની પહોંચાડી હતી
 જે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને આરોપી ઇબ્રાહીમ અકબર વાઘેર સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application