અગાઉ મધ્યાન ભોજન યોજના તરીકે અને અત્યારે પીએમ પોષણ યોજના તરીકે ઓળખાતી સ્કીમમાં બાળકોને અપાતા ભોજનના મેનુમાં કેલરી અને પ્રોટીનની માત્રાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો નિર્ણય સરકારે ગયા સાહે કર્યેા હતો પરંતુ તે સામે વ્યાપક પ્રમાણમાં વિરોધ ઊઠતા અને સમગ્ર બાબત રાજકીય બની જતા આખરે સરકારે તેમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
ગુજરાત સરકારના પીએમ પોષણ યોજનાના મદદનીશ કમિશનરે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે પીએમ પોષણ યોજના માટે નિયત થયેલ દૈનિક જથ્થો કેલરી અને પ્રોટીનની માત્રા જળવાઈ રહે તે મુજબ સ્થાનિક સ્વાદચીને ધ્યાનમાં લઇ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કમિટીની મંજૂરી મેળવી જરી ફેરફાર વાનગીમાં કરી શકાશે. આ ઉપરાંત જે દિવસના મેનુમાં કઠોળ દાળ કે ચણાનો સમાવેશ કરાયો હોય અને તે દિવસે આ જથ્થો ઉપલબ્ધ ન હોય તો કેલરી અને પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે તે મુજબ જે કઠોળ ઉપલબ્ધ હોય તે ભોજનમાં આપી શકાશે.
મધ્યાન ભોજન યોજનામાં અત્યાર સુધી ગુજરાતમાં બપોરનું ભોજન અને તે અગાઉ નાસ્તો પણ આપવામાં આવતો હતો. નવા જાહેર કરાયેલા મેનુમાં નાસ્તો આપવાનું બધં કરવામાં આવ્યું છે. આ બાબતે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયની ભારોભાર ટીકા કરી છે. તો બીજી બાજુ ઓલ ગુજરાત રાય મધ્યાન ભોજન કર્મચારી મંડળ સરકારની પડખે આવ્યું છે. મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશીએ આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવી નાસ્તો રદ કરવાના નિર્ણયને આવકાર્યેા છે અને જણાવ્યું છે કે ગુજરાત સિવાય કયાંય આવું ન હતું. નાસ્તો આપવાના કારણે કર્મચારીઓના કામનું ભારણ વધી ગયું હતું. નાસ્તાની જગ્યાએ ગુજરાતના ૭૪ તાલુકામાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે. નાસ્તો રદ કરવાથી વિધાર્થીઓના પોષણમાં કોઈ ફેર પડતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech