મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ વાંધો વ્યક્ત કર્યો: પૂજારીએ કહ્યું- મહાકાલ અવંતિકાના રાજા છે તેની સામે મુગટ પહેરીને બેસવું એ મર્યાદાનું ઉલ્લંઘન
ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024 વિજેતા નિકિતા પોરવાલે તાજ પહેરીને મહાકાલના દર્શન કર્યા બાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિવાદ ઉભો થયો છે. મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ આની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. પૂજારીએ કહ્યું કે ઉજ્જૈન માટે ગર્વની વાત છે કે ઉજ્જૈનની દીકરીએ આ તાજ પહેર્યો છે પરંતુ બાબા મહાકાલેશ્વરની સામે તાજ પહેરીને બેસવું એ મયર્દિાનું ઉલ્લંઘન છે. બાબા મહાકાલ રાજા છે અને તેમની સામે કોઈ પાઘડી કે મુગટ પહેરીને બેસતું નથી. તેમણે કહ્યું કે ભગવાન મહાકાલને અવંતિકાના રાજા માનવામાં આવે છે. લોકોએ આ મયર્દિાનું સન્માન કરવું જોઈએ.
ઉજ્જૈનના અરવિંદ નગરની રહેવાસી નિકિતા પોરવાલને તાજેતરમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ખિતાબ જીત્યા પછી જ્યારે તે રવિવારે ઉજ્જૈન પહોંચી ત્યારે તેના પરિવાર અને સંબંધીઓ સહિત બધાએ તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. નિકિતાના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોલોનીના પ્રવેશદ્વાર પર રેડ કાર્પેટ બિછાવીને અને ફટાકડા અને ફૂલોની વષર્િ કરીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પછી લગભગ 3 વાગ્યાની આસપાસ નિકિતા ભગવાન મહાકાલના આશીવર્દિ લેવા માટે ગુલાબી ડ્રેસ અને મિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ પહેરીને મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી.
આ દરમિયાન નિકિતાએ પોતાના માથા પર મુગટ પહેરીને નંદી હોલમાં મહાકાલનું ધ્યાન કર્યું એટલું જ નહીં મહાકાલના દરવાજે માથું પણ નમાવ્યું. મહાકાલ મંદિરના મુખ્ય પૂજારી મહેશ શમર્એિ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે મહાકાલ રાજાધિરાજ અવંતિકાના રાજા છે અને કોઈ પણ વ્યક્તિને તેમના માથા પર પાઘડી, ટોપી અથવા મુગટ પહેરીને તેમની સામે જવાની મંજૂરી નથી, કારણ કે તે મંદિરની મયર્દિાનું ઉલ્લંઘન કરે છે.મંદિરના પૂજારીએ કહ્યું કે જો નિકિતાએ તાજ પહેરીને મહાકાલની સામે બેસવાને બદલે પોતાનો તાજ ભગવાન મહાકાલના ચરણોમાં મૂકીને પ્રાર્થના કરી હોત તો તેનાથી તેનું માન અને સન્માન બંને વધ્યા હોત અને તેની ગરિમા પણ જળવાઈ રહી હોત.મંદિરના દર્શન કયર્િ બાદ નિકિતાએ ટાવર ચોકથી ઇસ્કોન મંદિર સુધીનો રોડ શો પણ કર્યો હતો, જેમાં તેણે હાથ જોડીને લોકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન તે ડ્રમના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી. આ પ્રસંગે લોકોએ નિકિતા પર ફૂલ વરસાવ્યા હતા અને ફટાકડા ફોડ્યા હતા. યુવતીઓએ વેલકમ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન નિકિતાએ જય મહાકાલ કહીને બધાનું અભિવાદન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech