ડેપ્યુટી મેયર પદ માટે ભાજપમાં દાવેદારોની દોટ

  • August 28, 2023 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણૂકનું પોલિટિકલ કાઉન્ટ ડાઉન શ થઇ ચૂકયું છે અને મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન કદાચ ઇતિહાસમાં પહેલી વખત આ વખતે ડેપ્યુટી મેયર પદ માટે ભાજપમાં દાવેદારોની દોટ જોવા મળી રહી છે. આજથી ગણતરી કરીએ તો નવા પદાધિકારીઓની વરણી આડે હવે માંડ પખવાડિયું બાકી રહ્યું છે ત્યારે નગરસેવકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

રાજકોટ મહાપાલિકામાં ડેપ્યુટી મેયર પદ માટે છ જેટલા દાવેદારોના નામ ચર્ચામાં છે જેમાં (૧) નીતિનભાઇ રામાણી (લેઉવા પાટીદાર સમાજ), (૨) જીતુભાઇ કાટોળીયા (ભરવાડ સમાજ) (૩) બાબુભાઇ ઉધરેજા (કોળી સમાજ) (૪) ડો.અલ્પેશ મોરઝરીયા (પ્રજાપતિ સમાજ) (૫) નરેન્દ્રભાઇ ડવ (આહિર સમાજ) અને (૬) પરેશભાઇ પી.પીપળીયા (લેઉવા પાટીદાર સમાજ) સહિતના નામો ચર્ચાઇ રહ્યા છે.
આગામી ત્રણ દિવસ બાદ તા.૧ સપ્ટેમ્બરથી પક્ષીય ધોરણે સેન્સ લેવાની પ્રક્રિયા શ થશે ત્યારબાદ ચિત્ર વધુ સ્પષ્ટ્ર થશે. આગામી ટર્મમાં મેયર પદ મહિલા અનામત હોય ડેપ્યુટી મેયર પદે પુષ કોર્પેારેટરને જ તક મળશે તેવું મનાય રહ્યું છે અને તેના લીધે જ આ વખતે ડેપ્યુટી મેયર પદ માટે દાવેદરોની લાઇન લાગી છે. ડેપ્યુટી મેયર પદ માટેઅમુકનો ખુલો દાવો છે તો અમુકએ છાશ લેવા જવું છે છતાં દોણી સંતાડી આજ દિવસ સુધી મગનું નામ મરી પાડું નથી. યારે અમુક તેલ ને તેલની ધારને જોઇ ખેલ પાડવાના મૂડમાં હોવાની ચર્ચા છે. જ્ઞાતિ સમીકરણોને બેલેન્સ કરવા માટે પક્ષ માટે ડેપ્યુટી મેયરનું પદ મહત્વનું બની રહે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application