શહેર માટે વર્તમાન પ્રમુખ સહિત 14 દાવેદારોએ ભયર્િ ફોર્મ: એક મહીલાનો પણ સમાવેશ: જિલ્લા માટે ત્રણ મહીલાઓ સહિત 21 દાવેદારોએ ભયર્િ ફોર્મ: બપોરે શહેર અને જિલ્લાની સંકલન સમિતિની મળશે બેઠક: તા.6ના રોજ પ્રદેશ ભાજપ સમક્ષ મુકાશે દાવેદારોના નામ: વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરાએ ફોર્મ ભર્યુ નહીં...
ગુજરાતભરમાં ભાજપની સંગઠન પાંખને રીસેટ કરવાની પ્રક્રિયાના ભાગપે આજે શહેર અને જિલ્લાના ભાજપના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થઇ જેમાં ધાયર્િ કરતા વધુ દાવેદારોએ ફોર્મ ભયર્િ છે, શહેરમાં એક ડઝનથી વધુ ફોર્મ ભરાયા છે જયારે જિલ્લામાં 3 મહીલાઓ સહિત 21 દાવેદારોએ ફોર્મ ભયર્િ છે, આજે જ શહેર અને જિલ્લાની સંગઠનની સંકલન સમિતિની બેઠક મળશે, તા.6ના રોજ દાવેદારોના નામ પ્રદેશ ભાજપ સમક્ષ મુકવામાં આવશે. શહેર-જિલ્લાના બે પદ માટે થોકબંધ દાવેદારોએ ઝંપલાવ્યું હોવાથી પ્રમુખ પદ માટે દાવેદારીનો રાફડો ફાટયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
જાહેર કરવામાં આવ્યા મુજબ આજે સવારે 9:30 કલાકથી શહેર ભાજપ કાયર્લિય ખાતે શહેરના પ્રમુખ પદ માટે ફોર્મ લેવાની પ્રક્રિયા શ થઇ હતી જેમાં કલ્સ્ટર ઇન્ચાર્જ બાબુભાઇ જેબલીયા, ચૂંટણી ઇન્ચાર્જ જાનકીબેન આચાર્ય, સહ ઇન્ચાર્જ રાજુભાઇ ધારૈયા પ્રદેશ તરફથી હાજર હતાં, જયારે સ્થાનીકમાંથી ગોપાલભાઇ સોરઠીયા અને મનીષભાઇ કટારીયા ઉપસ્થિત હતાં.
જામનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ વિમલભાઇ કગથરા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે, આ ઉપરાંત હાલના સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવા દ્વારા દાવેદારી કરાઇ છે જયારે નગરસેવકો ધર્મરાજસિંહ જાડેજા, ગોપાલ સોરઠીયા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવેલ છે, આ ઉપરાંત દિલીપસિંહ જાડેજા, ખુમાનસિંહ સરવૈયા, દિનેશ ગજરા, ગીરીશ અમેથીયા, તુલસીભાઇ નકુમ, દિલીપભાઇ જોઇસર, શહેર માટે દયાબેન પરમાર દ્વારા દાવેદારી કરાઇ છે, આમ એક મહીલા દ્વારા પણ દાવેદારી કરવામાં આવી છે અને 14 જેટલા દાવેદારોએ ફોર્મ ભયર્િ છે.
અટલભવન ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતાં અને ત્યાં કલ્સ્ટર હેડ બાબુભાઇ જેબલીયા, એચ.એમ.પટેલ, નરેશભાઇ દેસાઇ, કે.બી.ગાગીયા, દિલીપસિંહ ચુડાસમા વિગેરે હાજર રહ્યા હતાં અને એમની સમક્ષ દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કયર્િ હતાં.
જિલ્લાના પ્રમુખ પદ માટે દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઇ ભોજાણી, ડો.વિનુભાઇ ભંડેરી, કૌશીક રાબડીયા, ભરત અકબરી સહિતના દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કયર્િ હતાં, આ ઉપરાંત જિલ્લાના પ્રમુખ પદ માટે હષર્બિેન રાજગોર, ગીતાબેન નકુમ, પ્રતીક્ષાબા જાડેજા દ્વારા ફોર્મ ભરાયા હતાં, આમ ત્રણ મહીલાઓએ જિલ્લાના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે અને કુલ 21 દાવેદારોએ ફોર્મ ભયર્િ છે, કોઇપણ કારણે તમામ દાવેદારોના નામ આપવા બાબતે નનૈયો ભણવામાં આવ્યો હતો, કયાં કારણે નામ જાહેર કરાયા નહીં એ બાબત હાલ અનુત્તર છે.
ફોર્મ ભયર્િ બાદ ચીત્ર એ ઉપસ્યું છે કે, શહેર ભાજપ પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ દ્વારા ફોર્મ ભરીને દાવેદારી કરાઇ છે, પરંતુ જિલ્લાના પ્રમુખ પદ માટે રમેશભાઇ મુંગરા તરફથી દાવેદારી કરવામાં આવી નથી અને એમની વયના કારણે તેઓ હવે પ્રમુખ પદની જવાબદારી નહીં સંભાળે તેવી સંભાવના હતી તે સાચી ઠરતી દેખાય છે.
દરમ્યાનમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને આજે બપોરે જ શહેર તથા જિલ્લાના બંને સંગઠન માટેની આવેલા દાવેદારોના નામ માટે સંકલન સમિતિની બેઠક મળશે જેમાં સાંસદ, ધારાસભ્યો, મેયર, શહેર-જિલ્લા સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓ, પૂર્વ પ્રમુખો અને કલ્સ્ટર હેડ, ચૂંટણી અધિકારી, સહ ચૂંટણી અધિકારી વગેરે ચચર્િ કરશે, દોઢ-બે કલાક સુધી આ બેઠક ચાલશે, ત્યારબાદ પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દાવેદારોના નામ લઇને રવાના થઇ જશે.
સોમવારના રોજ ઉઘડતા સપ્તાહે પ્રદેશ ભાજપ સમક્ષ દાવેદારોના નામ મુકવામાં આવશે અને એ પછી પ્રદેશ ભાજપ તરફથી શહેર-જિલ્લાના પ્રમુખ પદના નામ નકકી કરવામાં આવશે, તા.10-12 સુધીમાં શહેર-જિલ્લાના સંગઠનના સુકાનીઓના નામ પ્રદેશ ભાજપ તરફથી જાહેર કરી દેવામાં આવે એવી પણ પુરી સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMરેડ 2' રિલીઝ થાય તે પહેલાં સેન્સર બોર્ડની કાતર ફરી
April 29, 2025 12:51 PMફેમિલી મેન 3 ફેમ અભિનેતા રોહિત બાસફોરનું અવસાન
April 29, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech