ભારતીય ઘરોમાં ભોજનનો સ્વાદ વધારવા અને તીખાશ લાવવા માટે તીખાં લીલા મરચાનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. પણ,આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તીખાં મરચા સ્વાસ્થ્ય એટલા જ ફાયદાકારક છે જ્યાં સુધી તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે. જરૂર કરતાં વધારે મરચા ખાવાથી શરીરને ફાયદાના બદલે ગંભીર નુકસાન થઈ શકે છે.
એક દિવસમાં કેટલા પ્રમાણમાં મરચા નો ઉપયોગ કરવો જોઈએ?
વ્યક્તિની સહનશક્તિ અને પાચનશક્તિ મુજબ મરચા નું પ્રમાણ નક્કી કરવું જોઈએ ,ખાસ કરીને નબળું પાચનતંત્ર અથવા ગેસ અને એસિડિટીની સમસ્યા ધરાવતા લોકોએ ખૂબ જ ઓછી માત્રામાં મરચા ખાવી જોઈએ .મરચા ને ક્યારેય ખાલી પેટે ન ખાવી જોઈએ, તેને હંમેશા ભોજન સાથે જ લેવા હતાવહ છે.
મરચા ખાવાના ફાયદા
રોગપ્રતિકારક શક્તિ
તેમાં વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરી શકે.
મેટાબોલિઝમ અને વજન નિયંત્રણ
તે મેટાબોલિઝમ ઝડપી બનાવે છે, જેથી ખોરાક વહેલો પચે છે અને કેલરી બર્ન થતાં વજન ઘટાડવામાં મદદ મળી શકે છે
મૂડ સારો રાખે
મરચા ખાવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રીલીઝ થાય છે, જે મૂડ સુધારે છે.
વધુ પડતા સેવનથી થતા નુકસાન
પેટની સમસ્યાઓ
વધુ પડતી મરચા ખાવાથી પેટ અને સીનામાં બળતરા, ગેસ તથા એસિડિટી થઈ શકે છે.
મોઢામાં છાલા
કેટલાક લોકોને મોઢામાં અલ્સર (છાલા) કે ગળામાં અસહ્ય બળતરાની ફરિયાદ રહે છે.
અલ્સર અને પાઈલ્સના દર્દીઓ માટે જોખમી
જે લોકોને પહેલાથી જ પેટમાં અલ્સર કે પાઈલ્સ (હરસ) ની તકલીફ હોય, તેમણે મરચા ખાવાનું ટાળવું જોઈએ,અન્યથા સ્થિતિ વધુ બગડી શકે છે.