જે લોકો સ્વાદ વધારવા માટે તેમના ભોજનમાં વધુ પડતું મીઠું ઉમેરે છે તેમને જાણવું જોઈએ કે વધુ પડતું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ ફેલ્યોર અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. ખોરાકમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ વિશ્વભરમાં અનેક ખતરનાક રોગોનું મૂળ બની રહ્યું છે.
આપણે ભલે સ્વાદ પ્રમાણે મીઠું લેતા હોય તો પણ જાણ્યે-અજાણ્યે મીઠાનું વધુ પડતું સેવન ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. દર વર્ષે હજારો લોકો તેમના ખોરાકમાં વધુ પડતું મીઠું ખાવાથી અકાળે મૃત્યુ પામે છે. વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ ફેલ્યોર અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય મીઠું શરીરમાં વજન અને કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બને છે. જાણો વધુ પડતું મીઠું ખાવું શા માટે નુકસાનકારક છે.
ન્યુટ્રિશનિસ્ટ અને ડોકટરના મતે મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી પરંતુ મીઠામાં સોડિયમ અને ફ્લોરાઇડ નામના બે જરૂરી મિનરલ્સ પણ હોય છે, જે આપણા શરીર માટે જરૂરી છે પરંતુ ખોરાકમાં વધુ પડતું મીઠું અથવા સોડિયમ હોવું જોખમી પણ બની શકે છે. તેનાથી લાંબા ગાળે ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
વધુ પડતું મીઠું ખાવાથી કયા રોગો થાય છે?
વધારે મીઠું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે એટલે આપણા શરીરમાં વધુ પડતું સોડિયમ જમા થવાનું શરુ થાય છે, જેના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. ત્યારે સોજો અને પેટ ફૂલી જવું એવી સમસ્યા શરૂ થાય છે. જેને એડીમા કહે છે. સોજાને કારણે પગમાં સોજો આવવા લાગે છે. આ સિવાય વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી જમા થાય છે, જેનાથી લોહીનું પ્રમાણ વધે છે. જે હાઈ બીપીને જન્મ આપે છે. બ્લડ પ્રેશરમાં વધારો થવાથી હૃદય અને કિડની પર દબાણ વધે છે. જેના કારણે હાર્ટ અને કિડની સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.
વધુ પડતું મીઠું ખાવાથી કિડનીમાં પથરીનું જોખમ વધારે
વધુ પડતા મીઠાનું સેવન કરવાથી કિડનીમાં પથરીનું જોખમ પણ વધી જાય છે. વધુ પડતું મીઠું પેશાબમાં કેલ્શિયમની માત્રામાં વધારો કરે છે અને જ્યારે તે યુરિક એસિડ સાથે જોડાય છે ત્યારે તે સ્ફટિકો બનાવે છે. જ્યારે આ સ્ફટિકો વધવા લાગે છે, ત્યારે કિડનીમાં પથરી બને છે. તેથી ખોરાકમાં મીઠાની માત્રા મર્યાદિત રાખવી જોઈએ.
વધુ પડતું મીઠું ખાવાથી કેલ્શિયમની ઉણપ થાય છે
વધુ પડતું મીઠું ખાવાનો બીજો ખતરો એ છે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. જ્યારે વધુ મીઠું ખાઓ છો, ત્યારે વધુ પાણી પીવામાં આવે છે. પાણી પીને વારંવાર ટોયલેટ જવું પડે છે. તેના કારણે જરૂરી મિનરલ્સ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેથી શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. કેલ્શિયમ એ એક મહત્વપૂર્ણ ખનિજ છે જે હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. આ સિવાય લોહીને ઘટ્ટ કરવા અને હાડકાંને મજબૂત કરવા માટે પણ કેલ્શિયમની જરૂર પડે છે.
વધુ પડતું મીઠું આ રોગોને જન્મ આપે છે
ખોરાકમાં મીઠાના વધુ પડતા સેવનથી વાળ ખરવા, કિડનીમાં સોજો, લકવો, એનિમિયા, સ્થૂળતા અને ગુસ્સો જેવી અનેક બીમારીઓ પણ થાય છે. વધુ પડતું મીઠું ખાવાથી હાડકાં નબળા પડે છે અને તે તૂટવાનું જોખમ રહે છે. તેથી ભોજનમાં મીઠું બને એટલું ઓછું લેવું જોઈએ. WHO અનુસાર દરેક વ્યક્તિએ દરરોજ 3 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech