જીયાણા ગામ નજીક આવેલા રાજકોટ તાલુકાના વાકવડ ગામે વરસાદને કારણે રસ્તાનું મોટાપાયે ધોવાણ થઈ ગયું છે. આ રસ્તો રિપેર કરવા માટે ગામ લોકોએ આ રસ્તાના તાત્કાલિક રીપેરીંગ માટે ગામમાં આવેલ તળાવમાંથી જેસીબી, ડમ્પર અને ટેકટરની મદદથી મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ શ કરી રસ્તા રીપેરીંગની કામગીરી ચાલુ કરી હતી.
તળાવમાંથી મોટા પાયે ખનીજની ચોરી થતી હોવાની ફરિયાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સુધી પહોંચતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને માટી ભરેલા ડમ્પર ટ્રેકટર જેસીબી વગેરે કબજે કરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે.
આજે સવારે આ મામલે ગામ લોકોનો મોટો સમૂહ નવી કલેકટર કચેરીએ પહોંચ્યો હતો અને અમે તો રસ્તાના કામ માટે તળાવમાંથી માટી લીધી છે. જો અમારા ટ્રેકટર ડમ્પર વગેરે દડં લીધા વગર છોડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરપંચને પૂછીને અમે આમ કયુ છે એવી વાત ગામના લોકો કરે છે પરંતુ બીજી બાજુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આ કૃત્યને ખનીજ ચોરી ગણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહેલ છે. ગ્રામજનોએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે અમારી આ કામગીરીમાં કોઈને કાંઈ વાંધો ન હતો પરંતુ આ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી તત્રં એકશનમાં આવ્યું છે. અત્યારે ગામમાં ચાલીને પણ નીકળી ન શકાય તેટલી હદે રસ્તા ખરાબ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech