મોટી ખાવડીના એક જ પરિસરમાં નીતા અંબાણી દ્વારા 14 વિવિધ મંદિરોના નિમર્ણિ

  • February 29, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધનમાં બંધાશે. ભારતના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણી તેમના આ લગ્ન સમારોહમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. હવે આ લગ્ન માટે જામનગરમાં એક જ પરિસરમાં એક સાથે 14 વિવિધ મંદિરોનું સુંદર રીતે નિમર્ણિ કરાવાયું છે, જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચચર્િ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 1ર-જુલાઈએ થવાના છે. જો કે તેના પહેલા જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી પ્રી-વેડીંગ સમારોહ યોજાશે. જેમાં ફિલ્મ જગતના જાણીતા કલાકારો શાહરૂખખાન, અમિતાબ બચ્ચનથી લઈને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ ,ક્રિકેટરો વગેરે પણ જોડાશે. આ પ્રી-વેડીંગ ફંકશનને ખાસ બનાવવા અંબાણી પરિવાર કંઈક આવું જ કરી રહ્યું છે, જે સ્પેશિયલની સાથે-સાથે યાદગાર પણ હોય. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણી તેમના દીકરાના લગ્નથી પહેલા જામનગરને મોટી ભેટ આપવા ઈચ્છે છે. એટલા માટે તેમણે અહીં મોટી ખાવડી વિસ્તારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં 14 મંદિરોનું નિમર્ણિ કરાવ્યું છે. અગાઉ પણ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરોનું નિમર્ણિ કરાવ્યું હતું. નીતા અંબાણી તરફથી શરૂ કરાયેલી પહેલ હેઠળ એક વિશાળ પરિસરમાં 14 નવા મંદિરોનું નિમર્ણિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર તરફથી એક વીડિયો શેર કરાયો હતો. જેમાં મંદિરોમાં વપરાયેલા સુંદર કોતરણી કરેલા સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ફ્રેસ્કો સ્ટાઈલ પેઈન્ટિંગ જોવા મળી રહ્યાં છે. આ પેઈન્ટિંગ પેઢીઓથી ચાલતી કલ્પનાત્મક વારસાને દશર્વિે છે. અંબાણી પરિવારની આ ખાસ પહેલાની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.


પરિમલ નથવાણી પ્રિ-વેડિંગ શેરેમની માટે આવી પહોંચ્યા


હાલારના વતની અને રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી કે જેઓ આજે બપોરે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, અને તેઓનો જામનગર અને મોટી ખાવડી થી રિલાયન્સ કંપનીમાં ચાર દિવસ માટે નો મુકામ રહેશે. 1 માર્ચથી શરૂ થનારા અને 3 માર્ચ સુધી ચાલનારા અનંત અંબાણી  અને રાધિકાના પ્રિ વેડિંગ સેરેમની સહિતના સમગ્ર મ્હોત્સવ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેનાર છે.


જોગવડમાં મુકેશ અંબાણીએ ચાખ્યો ભજીયાનો સ્વાદ

ગઇરાત્રે જોગવડ ખાતે અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટની પ્રિ-વેડીંગ સેરેમની અંતર્ગત યોજાયેલા ભોજન સમારંભમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ભજીયાનો સ્વાદ લીધો હતો અને મરચાનું એક ભજીયુ હાથમાં લઇને અસ્સલ ગુજરાતી સ્ટાઇલમાં ભજીયા ખાધા હતાં.
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું મોડી રાત્રે જામનગરના એરપોર્ટ પર આગમન
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત તેમજ રાધિકા મર્ચન્ટ ના પ્રી-વેડિંગ સેરેમનીના સમારોહમાં બોલીવુડના પ્રખ્યાત સુપર સ્ટાર સલમાન ખાન ઉર્ફે ભાઈજાન પણ મહેમાન બન્યા છે, અને ગઈકાલે મોડી રાત્રે તેઓ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં કંપનીની ટીમ દ્વારા ભાઈજાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના માટે હાજર રખાયેલી રોલ્સ રોય કારમાં બેસાડીને મોટી ખાવડી તરફ લઈ જવામાં આવ્યા હતા. મોડી રાત્રે પણ સલમાન ખાનના ચાહકો એરપોર્ટ પર તેમની રાહ જોઈને ઊભા રહ્યા હતા. જેઓનું ભાઈજાને અભિનંદન જીલ્યું હતું.


ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો નાની ખાવડીમાં લોકડાયરો યોજાયો
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી પરિવારના અનંત અને રાધિકાના શુભ લગ્ન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે નાની ખાવડી વિસ્તારમાં આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોના લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.  ગુજરાતી સાહિત્યકાર બિહારી હેમુભાઇ ગઢવી, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, લોકગાયિકા લલીતાબેન ઘોડાદરા અને ગીતાબેન ચૌહાણ વગેરેના લોક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો, અને શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કયર્િ હતાં.

વિદેશથી લગ્નમાં આવનારા દિગ્ગજ મહેમાનો

ડૉ.સુલતાન અલ જબર (સીઈઓ: એડીએનસીસી), યાસિર અલ મિયાન (ચેરમેન: સાઉદી ઍરામકો), મહંમદ બિન અબ્દુલ રહેમાન બિન જશીન (પીએમ: કતર), કાર્લ બીલ્ટ (પૂર્વ વડાપ્રધાન: સ્વિડન), જોન ચેમ્બર, બૉબ ડુગ્લી, ફિસ્ટોફર એલિએસ (પ્રેસિડેન્ટ: ગ્લોબલ ડેવલોપમેન્ટ), જૉન અલકનાન, લેરીફીન, બ્રુસ ફોલ્ટ, બિલ ગેટ્સ, સ્ટિફન હાર્પર (પૂર્વ વડાપ્રધાન: કૈનેડા), રિચાર્ડ હિલ્ટન (ચેરમેન: હિલ્ટન એન્ડ હેલેન), અજીત જૈન (વા.ચેરમેન: હેથવે), ડૉ.રિચર્ડ ક્લુઝનર (વૈજ્ઞાનિક), ઈવાનકા ટ્રમ્પ (ડૉનાલ્ડ ટ્રમ્પની પુત્રી), જોસુઆ કુશનર, ડેમાર્ડ લુની, યુરી મિલનર, અજીત મોહન (ચેરમેન: એશિયા પૈસિફીક), જોન મુર્ડોક, શાંતનુ નારાયણ (સીઈઓ: એડોબ), અમિત એચ. નાસીર (પ્રેસિડેન્ટ: એરામકો), વીવોનેવો, નીતિન નહોરિયા, જેવિયર ઓલિવન, એચ.એચ. (કિંગ એન્ડ ક્વિન: ભૂતાન), ઉમા સગુર્તી (વા.ચેરમેન: બેંક ઓફ અમેરિકા), પ્રેસિડેન્ટ જોર્ગો (પૂર્વ પ્રેસિડેન્ટ ઓફ બોલિવીયા), નીચેલ રીટર (ફાઉન્ડર: સ્ટિલ પાર્લોટ), કેવિન ડ (પૂર્વ વડાપ્રધાન: ઑસ્ટ્રેલિયા), એરિક સિમિલ્ડ, ક્લાઉસ સ્વેબ, રામશ્રીરામ, જુરેસોલા, માર્ક ટકર, ફરિદ જકરિયા (જર્નિલિસ્ટ), ફલદુન અલ મુબારક (એમડી: મુબાદલા), સુંદર પિચાઈ, લીન ફોરેસ્ટર, માર્કસ વેલેનબર્ગ, બૉબ આઈગર, ટેડ પીક, બીલફોર્ડ, માર્ક કેર્ની, સ્ટિફન સ્કવાર્સ, બ્રેઈન થોમસ, કાર્લોસ્લીમ, જયલી, રેમન્ડ ડાલિયો.


હાજરી આપનારા ક્રિકેટરો

1. સચીન તેંદૂલકર, અંજલિ તેંદૂલકર
ર. એમ.એસ. ધોની અને પરિવાર
3. રોહિત શમર્,િ કે.એલ. રાહુલ
4. હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, ઈશાન કિશન


દેશ-વિદેશના વિખ્યાત ઉદ્યોગપતિઓ

(1)એન.ચંદ્રા (ર)કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી (3)ગૌતમ અદાણી અને પરિવાર (4)ગોદરેજ એન્ડ ફેમિલી (પ)નંદન નીલકણી (6)સંજીવ ગોયંકા (7)રિશાદ પ્રેમજી (8)ઉદય કોટક (9)અદાર પુનાવાલા (10)સુનિલ મિત્તલ (11)પવન મુંજાલ (1ર)રોશની નદાર (13)નીખિલ કામત (14)રોની સ્ક્રુવાલા (1પ)દીલિપ સંઘવી (16)


બોલિવૂડ આખું ઉમટી પડશે
1. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન-પરિવાર
ર. અભિષેક બચ્ચન, ઐશ્ર્વયર્િ રાય બચ્ચન
3. રજનીકાંત-પરિવાર
4. શાહખખાન, ગૌરી ખાન-પરિવાર
પ. આમિરખાન, સલમાન ખાન
6. અક્ષયકુમાર, ટ્વિંકલ ખન્ના
7. અજય દેવગન, કાજોલ દેવગન
8. સૈફઅલીખાન, કરીના કપુર ખાન
9. ચંકી પાંડે-પરિવાર
10. રણવીરસિંઘ, દીપીકા પાદૂકોણ
11. રણબીર કપુર, આલિયા ભટ્ટ
1ર. વીકી કૌશલ, કેટરીના કૈફ
13. માધુરી દિક્ષિત, ડૉ.શ્રીરામ નેને
14. આદિત્ય ચોપડા, રાની મુખર્જી
1પ. કણન જોહર, મનિષ મલ્હોત્રા
16. બોની કપુર, અનિલ કપુર-પરિવાર
17. કરિશ્મા કપુર, શ્રદ્ધા કપુર, વણ ધવન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application