પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધનમાં બંધાશે. ભારતના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણી તેમના આ લગ્ન સમારોહમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. હવે આ લગ્ન માટે જામનગરમાં એક જ પરિસરમાં એક સાથે ૧૪ વિવિધ મંદિરોનું સુંદર રીતે નિર્માણ કરાવાયું છે, જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે.
અનંત-રાધિકાના લગ્નની ઉજવણી લગભગ સમગ્ર દુનિયા જોશે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચર્ચા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ૧ર-જુલાઈએ થવાના છે. જો કે તેના પહેલા જામનગરમાં ૧ થી ૩ માર્ચ સુધી પ્રી-વેડીંગ સમારોહ યોજાશે. જેમાં ફિલ્મ જગતના જાણીતા કલાકારો શાહરૂખખાન, અમિતાબ બચ્ચનથી લઈને બિઝનેસ જગતની જાણીતી હસ્તીઓ ,ક્રિકેટરો વગેરે પણ જોડાશે. આ પ્રી-વેડીંગ ફંકશનને ખાસ બનાવવા અંબાણી પરિવાર કંઈક આવું જ કરી રહ્યું છે, જે સ્પેશિયલની સાથે-સાથે યાદગાર પણ હોય. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણી તેમના દીકરાના લગ્નથી પહેલા જામનગરને મોટી ભેટ આપવા ઈચ્છે છે. એટલા માટે તેમણે અહીં મોટી ખાવડી વિસ્તારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિસરમાં ૧૪ મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. અગાઉ પણ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. નીતા અંબાણી તરફથી શરૂ કરાયેલી પહેલ હેઠળ એક વિશાળ પરિસરમાં ૧૪ નવા મંદિરોનું નિર્માણ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર તરફથી એક વીડિયો શેર કરાયો હતો. જેમાં મંદિરોમાં વપરાયેલા સુંદર કોતરણી કરેલા સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ફ્રેસ્કો સ્ટાઈલ પેઈન્ટિંગ જોવા મળી રહ્યાં છે. આ પેઈન્ટિંગ પેઢીઓથી ચાલતી કલ્પનાત્મક વારસાને દર્શાવે છે. અંબાણી પરિવારની આ ખાસ પહેલાની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.
***
પરિમલ નથવાણી પ્રી વેડિંગ શેરીમની માટે આવી પહોંચ્યા
હાલારના વતની અને રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી કે જેઓ આજે બપોરે જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, અને તેઓનો જામનગર અને મોટી ખાવડી થી રિલાયન્સ કંપનીમાં ચાર દિવસ માટે નો મુકામ રહેશે. ૧ માર્ચથી શરૂ થનારા અને ૩ માર્ચ સુધી ચાલનારા અનંત અંબાણી અને રાધિકાના પ્રિ વેડિંગ સેરેમની સહિતના સમગ્ર મ્હોત્સવ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેનાર છે.
***
જોગવડમાં મુકેશ અંબાણીએ ચાખ્યો ભજીયાનો સ્વાદ
ગઇરાત્રે જોગવડ ખાતે અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટની પ્રિ-વેડીંગ સેરેમની અંતર્ગત યોજાયેલા ભોજન સમારંભમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ભજીયાનો સ્વાદ લીધો હતો અને મરચાનું એક ભજીયુ હાથમાં લઇને અસ્સલ ગુજરાતી સ્ટાઇલમાં ભજીયા ખાધા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech