ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મહિનાની અંદર ટ્રેન દુર્ઘટનાનું વધુ એક ષડયત્રં સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એકસપ્રેસ રેલ્વે લાઇન પર રાખેલા એલપીજીથી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. રેલવેએ આ અકસ્માતમાં ષડયત્રં હોવાની વાત કરી હતી.
અગાઉ ૧૭મી ઓગસ્ટની રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે સાબરમતી એકસપ્રેસના ૨૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ આ અકસ્માતમાં પણ ષડયત્રં હોવાની વાત સ્વીકારી હતી.
ઘટનાની માહિતી મળતા જ અનવરગજં સ્ટેશનના રેલ્વે સુપરિન્ટેન્ડેન્ટ, આરપીએફ અને અન્ય રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યારે સ્થળ પર તપાસ કરવામાં આવી તો પોલીસને ઝાડીઓમાંથી સિલિન્ડર, પેટ્રોલની બોટલ, માચીસ અને દાગોળો જેવા ઘણા ઘાતક પદાર્થેા પણ મળ્યા હતા. અડધો કલાક રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી. તમામ શંકાસ્પદ વસ્તુઓ તપાસ માટે મોકલવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલા એડિશનલ કમિશનર હરીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે જેણે પણ આ કૃત્ય કયુ છે તેની ધરપકડ કરવામાં આવશે. હાલ તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે. અમારી ફોરેન્સિક ટીમ પણ વિગતવાર સમીક્ષા કરી રહી છે.
કાનપુરમાં આ પહેલા પણ ઘણી મોટી ટ્રેન દુર્ઘટના થઈ ચૂકી છે. નવેમ્બર ૨૦૧૬માં ઈન્દોર–પટના એકસપ્રેસ કાનપુર દેહતના પુખરાયન રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ લોકોના મોત થયા હતા, યારે ૧૫૦થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. આ અકસ્માત દેશના મોટા રેલ્વે અકસ્માતોમાં સામેલ છે. આ પછી, વર્ષ ૨૦૧૭ માં, ઔરૈયા નજીક કૈફિયત એકસપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ૭૦ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech