આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે : યુવરાજસિંહ જાડેજા

  • April 05, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@team aajkaal


આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૌભાંડ થઈ રહ્યું હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હાલ ડમી ઉમેદવારનું કાવતરું ચાલી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા અને સિહોર પંથકમાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. ચોક્કસ સમાજના મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ડમી ઉમેદવાર તરીકે બેસાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. નકલી માર્કશીટ, નક્લી સર્ટિફિકેટ અને નકલી ઉમેદવારોનું ષડયંત્ર સામે આવ્યું છે. વિદ્યા સહાયક, તલાટી, બિનસચિવાલય અને ફોરેસ્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર અને નકલી સર્ટિફિકેટ કૌભાંડ ચાલી રહ્યું છે. પરીક્ષા આપવા માટે નકલી સર્ટિફિકેટ પણ બનાવવામાં આવ્યા છે, ડામી ઉમેદવારો નકલી આધારકાર્ડ બનાવીને પરીક્ષા આપી રહ્યા છે.

તેણે કહ્યું, છેલ્લા ઘણા સમયથી કોઈ ઉમેદવાર નકલી PSI બની પોલીસ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોચી જાય છે. કોઈ અધિકારી મુખ્યમંત્રીનું વિમાન લઈને જતો રહે છે. કોઈ ઠગ PMO ઓફિસર બનીને Z સિક્યોરિટી સાથે રોલા પાડે છે. આજે આના કરતા પણ વિશેષ કૌભાંડ વિશે વાત કરવી છે. જે આ બધી ઘટનાનું મૂળ હોઈ શકે છે.

વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા,બોર્ડ પરીક્ષા હોય કે અન્ય કોઈપણ પરીક્ષા ગેરરીતિની અલગ અલગ રીત સામે આવે છે. આ વખતે ડમી ઉમેદવાર બેસાડી ગેરરીતીનું કૌભાંડ સામે આવ્યું છે.

આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે.


બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળી વગેરેમાં છેલ્લા 15 દિવસોમા દરેક ગામડામાં જઈને માહિતી ભેગી કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ કરેલ છે


આ પ્રકારે ગેરરીતિ આચરીને કેટલાક લોકો વિવિધ વિભાગ જેવા કે વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે.


આ આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા છે. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.


ડમી ઉમેદવારની યાદી:
1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)


કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષા થી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application