માલીયાસણ ચોકડી પાસેથી એલસીબી ઝોન–૧ ની ટીમે કારમાંથી ચાર લાખના ગાંજાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.જયારે બે શખસો કારમાંથી નાસી ગયા હતાં.પોલીસની તપાસમાં આ ચારેય શખસો ઉના દરગાહે સલામ કરવા જવાનું કહી સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે લીધા બાદ સુરતથી ગાંજાની ખેપ મારી પરત ફરતા હોવાનું માલુમ પડયું હતું.પોલીસે નાસી ગયેલા અન્ય બે શખસો અને સુરતના સપ્લયારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ,એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગરને દાની બાતમી મળતા તેઓ ટીમ સાથે વહેલી સવારે માલીયાસણ ચોકડી પાસે બ્રીજ નીચે વોચ ગોઠવી હતી.પરંતુ દા ન મળ્યો ન હતો.તેમછતાં વાહન ચેકિંગ યથાવત રાખ્યું હતું. આ દરમિયાન બ્લ્યુ કરલરની સ્વીફટ કાર નીકળી હતી.પોલીસને જોતા જ કાર હંકારી મૂકવાનો પ્રયાસ કર્યેા હતો.પરંતુ કાર ડીવાઇડર સાથે અથડાઇ હતી.આ સાથે કારમાં બેઠેલા બે શખસો નાસી ગયા હતાં.જેથી પોલીસે કારની તલાશી લેતા અંદરથી માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો ૩ કિલો ૮૯૬ ગ્રામ કી.. ૩૮,૯૬૦નો મળી આવતાં બે શખ્સ રાહીલ અમીનભાઈ મીનાપરા(ઉ.વ.૨૧ ધંધો–મજુરીકામ રહે.ધનશ્યામનગર મેઈન રોડ, દેવપરા, કોઠારીયા. રોડ) અને અલીઅહેમદ હનીફભાઈ નકાણી(ઉ.વ.૨૩ ધંધો– મજુરીકામ રહે.સાગરનગર, ભવાની ચોક, અંકુર મેઈન રોડ કોઠારીયા રોડ)ની ધરપકડ કરી કુલ . ૫,૦૧,૧૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
ઝડપાયેલા બંને શખ્સની પૂછતાછમાં રેઇડ દરમિયાન ભાગી ગયેલા બીજા બે શખ્સો ફૈઝાન જાહીદભાઈ ડેલા(રહે. સુમરા સોસા. મકાન નં–૯૬૯ . કોઠારીયા રોડ ) અને અદનાન ઘાડા (રહે.સુમરા સોસાયટી કોઠારીયા રોડ)હોવાનું માલુમ પડયું હતું.
પીએસઆઇ બી.વી.બોરીસાગરે જણાવ્યું હતું કે,આરોપીઓની પૂછપરછમાં ચારેય શખ્સો મળીને ગાંજો લઇ બંધાણીઓને પડીકી બનાવી વેંચવાના હતા. કાર માલિકનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, ચારેય આરોપીઓ ઉના દરગાહે દર્શન કરવા જવાનું કહી સેલ્ફ કાર ભાડે લઇ ગયા હતા.જોકે આરોપીઓ સુરતમાં રેલવેના પાટા પાસે ઓરિસ્સાના રાકેશ પાસેથી ગાંજો લઇ આવ્યાની કબૂલાત આપી હતી.પોલીસે આ મામલે નાસી ગયેલા બંને શખસો અને સુરતના સપ્યલાયરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરી એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા સ્ટાફના વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા,રવીરાજભાઈ પટગીર, દીવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech