શેરબજારમાં પારદર્શિતા લાવવા માટે સિકયોરિટીઝ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સતત નવા નિયમો લાવે છે. હવે નિયમનકારી સંસ્થા એવો નિયમ લાવવાનું વિચારી રહી છે, જેના દ્રારા આઈપીઓમાં ફાળવવામાં આવેલા શેર લિસ્ટિંગ પહેલા પણ વેચી શકાય છે. રોકાણકારોને પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે સેબીએ આ યોજના બનાવી છે. સેબીના વડા માધવી પુરી બુચે ગઈકાલે એક કાર્યક્રમમાં આ અંગે માહિતી આપી હતી.
મીડિયા રિપોટર્સ અનુસાર, માધવી પુરી બુચે કહ્યું કે રોકાણકારો આઈપીઓમાં પૈસા રોકાણ કરે છે. જો તેમને શેર ફાળવવામાં આવે તો પણ, ગ્રે માર્કેટમાં ભાવ જોયા પછી, તેઓ તેને વેચવાનું વિચારે છે, જેમાં ઘણું જોખમ હોય છે. તેથી આપણે રોકાણકારોને નિયમન કરેલ પ્લેટફોર્મ પર સુરક્ષા સાથે આ કરવાની તક આપવી જોઈએ.
હવે, યારે કોઈ કંપનીનો આઈપીઓ ખુલે છે, ત્યારે તેમાં નાણાં રોકાણ કરવા માટે એક સમય નક્કી કરવામાં આવે છે. તે પછી તમને શેર ફાળવવામાં આવે છે અને કંપની લિસ્ટેડ થાય છે. પરંતુ જો સેબી જે નિયમની વાત કરી રહી છે તે લાગુ કરવામાં આવે તો રોકાણકારો લિસ્ટિંગ પહેલાં પણ વેપાર કરી શકશે. સામાન્ય રીતે લિસ્ટિંગ અને શેર ફાળવણી વચ્ચે ૨૪ કલાકનો તફાવત હોય છે. દરમિયાન, ગ્રે માર્કેટ દ્રારા થતી છેતરપિંડી અટકાવવા માટે સેબી આ નિર્ણય લઈ શકે છે.
કંપનીના લિસ્ટિંગ પહેલાં, શેરને ગ્રેટ માર્કેટ પર લિસ્ટિંગ ગેઇન મળશે અથવા શેર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવશે. આનો અંદાજ આવવા લાગે છે. આ જોઈને, લોકો વધુ સારા વળતરની આશામાં આઈપીઓમાં પૈસા રોકાણ કરે છે. રોકાણકારોને પણ આનો ફાયદો થાય છે પરંતુ નુકસાનનું જોખમ વધારે છે. આ સમગ્ર બજારને નિયંત્રિત કરવા માટે સેબી પ્રી–લિસ્ટિંગ ટ્રેડિંગને મંજૂરી આપી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech