BREAKING NEWS

કચ્છમાં ઘોરાડ પક્ષીના સંરક્ષણને મોટી સફળતા મળી, બચ્ચું ૪૦ દિવસનું થયું

  • July 10, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પક્ષી પ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કચ્છ જિલ્લાના નલિયામાં જમ્પ સ્ટાર્ટ પહેલ હેઠળ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) સંરક્ષણ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. આ વર્ષે ૨૧ મેના રોજ જન્મેલા જીઆઈબી બચ્ચાએ તેના જીવનના ખતરનાક પહેલા ૪૦ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઘોરાડ વિશ્વની સૌથી લુપ્રાય પક્ષી પ્રજાતિઓમાંની એક છે, અને તેના સંરક્ષણ માટેના ગુજરાત સરકારના પ્રયાસોને એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે સોશિયલ મીડિયા પર જીઆઈબી અને તેના બચ્ચાનો કુદરતી વાતાવરણમાં સાથે ફરતો વીડિયો શેર કર્યેા હતો. તેમણે જણાવ્યું હતું કે આ સફળતાએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણમાં નવી આશા જગાવી છે. આ સિદ્ધિ વૈજ્ઞાનિકો, સંરક્ષણ નિષ્ણાતો અને વન વિભાગના અધિકારીઓની સતત મહેનત અને સમર્પણનું પરિણામ છે, જેઓ આ દુર્લભ પક્ષી પ્રજાતિના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સતત પ્રયાસશીલ છે.
નિષ્ણાતો માને છે કે જમ્પ સ્ટાર્ટ પહેલની સફળતા ભારતમાં જૈવવિવિધતા સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સીમાચિ઼પ સાબિત થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્રારા શેર કરાયેલા વીડિયોમાં જીઆઈબી અને તેનું બચ્ચું જોવા મળે છે.
તે લુપ્રાય વન્યજીવનના સંરક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવશે, ભવિષ્યની પેઢીઓ માટે આ દુર્લભ પક્ષી પ્રજાતિની સલામતી સુનિશ્ચિત કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News