વિજ્ઞાનની દુનિયામાં એક એવી શોધ થઈ છે જે ચેતના વિશેની આપણી અત્યાર સુધીની સમજણને સંપૂર્ણપણે બદલી નાખશે. આઈઆઈટી મંડી (ઇન્ડિયન ઇન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજી, મંડી) ના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં શોધી કાઢું છે કે ચેતના ફકત મગજ સુધી જ મર્યાદિત નથી હોતી, પરંતુ તે શરીરના કોષોના સ્તરે પણ અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકોએ આ શોધ વનસ્પતિઓ એટલે કે છોડ પર પ્રયોગ કરીને કરી છે. આ સંશોધન દર્શાવે છે કે યારે છોડને બેભાન કરવાની દવા (એનેસ્થેસિયા) આપવામાં આવે છે, ત્યારે તેમના કોષો કેવી પ્રતિક્રિયા આપે છે અને તેમની ચેતનાની સ્થિતિમાં શું
બદલાવ આવે છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિઓમાં 'સેલ્યુલર સિેચર' (કોષોની ખાસ ઓળખ કે લક્ષણો) શોધી કાઢા છે, જે દર્શાવે છે કે મગજ ન હોવા છતાં પણ વનસ્પતિના કોષો પોતાની આસપાસની સ્થિતિ પ્રત્યે સભાન હોય છે. યારે વનસ્પતિને એનેસ્થેસિયા (બેભાન કરવાની દવા) આપવામાં આવી, ત્યારે તેમના કોષોની પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી, જે મનુષ્ય કે પ્રાણીઓ બેભાન થાય ત્યારે થતી પ્રક્રિયા સમાન જ છે.આ શોધ ભવિષ્યમાં માણસોમાં ચેતના અને બેભાન અવસ્થાને વધુ સારી રીતે સમજવામાં મદદપ સાબિત થઈ શકે છે. આ સંશોધન એ સાબિત કરે છે કે જીવ સૃષ્ટ્રિમાં ચેતનાનો વ્યાપ આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણો ઐંડો અને સૂમ છે.
પ્રોફેસર લમીધર બેહેરા અને પ્રોફેસર ચયન કાંતિ નંદીનું કહેવું છે કે આ શોધ પ્રાચીન ભારતીય જ્ઞાનપ્રણાલીની કેટલીક માન્યતાઓ સાથે પણ સુસંગત છે. ભારતીય દર્શન મુજબ ચેતના સર્વવ્યાપી અને મગજથી પરની ઘટના હોઈ શકે છે. આ અભ્યાસ પણ સૂચવે છે કે ચેતનાનો આધાર માત્ર મગજ નહીં, પરંતુ કોષીય સ્તર પણ હોઈ શકે છે. જો કે, આ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેના આધારે છોડોમાં માનવ જેવી ચેતના હોવાનો નિષ્કર્ષ કાઢી શકાય તેમ નથી. હવે વૈજ્ઞાનિકો આ જ પ્રકારના પ્રયોગો સી. એલીગન્સ નામના સૂમ કૃમિ પર પણ કરી રહ્યા છે. જો ત્યાં પણ સમાન પરિણામો મળે, તો ચેતનાના કોષીય સંકેતો વિવિધ જીવસૃષ્ટ્રિમાં સામાન્ય હોઈ શકે છે. આ સંશોધન ચેતનાની વૈજ્ઞાનિક સમજમાં નવા પ્રશ્નો ઊભા કરી શકે છે અને જીવસૃષ્ટ્રિ પ્રત્યેના આપણા ધ્ષ્ટ્રિકોણમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application