રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે હાલમાં ટર્મિનલનું કામ જેટગતિએ ચાલી રહ્યું છે. ચાર એરોબ્રીજ પણ બની ગયા છે. તાજેતરમાં એરપોર્ટ પર મુસાફરોના આવાગમનમાં વધુ સમય ન થાય અને વધારે લાઈટ ઉડાન ભરી શકે તે માટે થ્રી એકિઝટ વેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હજુ સુધી દેશના એકાદ બે એરપોર્ટ પર થ્રી એકિઝટ વેને અમલમાં મૂકવા માટે પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન રાજકોટ હિરાસર ખાતે ઈન્ડીગો એરલાઈન્સ દ્રારા થ્રી એકિઝટ વેની પ્રપોઝલ મૂકાયા બાદ તેની ટ્રાય કરવામાં આવતા જેને સફળતા મળી છે. ભવિષ્યમાં મુખ્ય ટર્મિનલ બની ગયા બાદ થ્રી એકિઝટ વે શરૂ કરવામાં આવે તેના માટે વહિવટી પ્રક્રિયા ચાલી રહી છે.
હાલમાં એરપોર્ટ પરથી ૧૦થી ૧૧ લાઈટ નિયમીત ઉડાન ભરે છે. એરક્રાટ માટે વર્તમાન તબક્કામાં ચાર પાકિગ છે જેના લીધે વધુ લાઈટ શરૂ કરવા માટે ઓથોરિટી પાસે પાકિગની પૂરતી સુવિધા નથી. યારે એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ બની જશે ત્યારબાદ ઈન્ટરનેશનલ લાઈટની પણ ઉડાન શરૂ થઈ જશે. જો આ સમયે થ્રી એકિઝટ વેની સુવિધા હોય તો વધુ લાઈટ ઉડાન સરળતાથી ભરી શકે. આ કારણોસર થ્રી એકિઝટ વેનો પ્રયોગ ગત ડિસેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવ્યો હતો. આ થ્રી એકિઝટ વે શું છે તે અંગે એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, થ્રી એકિઝટ વેના લીધે મુસાફરોનો સમય બચી શકે છે. તેમને લાઈટમાં ચડતી અને ઉતરતી વખતે ત્રણથી પાંચ મિનિટનો સમય બચી જાય છે. લાઈટ ગ્રાઉન્ડમાં હોય ત્યારે ટેકઓફ સુધી, લેન્ડીંગથી લઈ ટેકઓફ સુધી આ સમગ્ર એક લાઈટના ઓપરેશન દરમિયાન ૧૦ મિનિટ જેટલો સમય બચી શકે છે. આખા દિવસ દરમિયાન ૧૦ જેટલી લાઈટ ઓપરેટ થતી હોય ત્યારે થ્રી એકિઝટ વેના કારણે દોઢેક કલાક જેટલો સમય બચે છે. આથી રન–વે ખાલી રહી શકે અને વધુ લાઈટ ઉડાન ભરી શકે. ઈન્ડીગો દ્રારા દેશમાં પ્રથમ વખત રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે થ્રી એકિઝટ વેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેના માટે ડીજીસીએની મંજૂરી મળી હતી. આ પ્રક્રિયા માટે એરલાઈન્સના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ એરપોર્ટમાં ત્રણથી ચાર વખત થ્રી એકિઝટ વે પ્રોસેસ કરાઈ હતી. તે સમયે ઈન્ડીગો એરલાઈન્સના સ્ટેશન હેડ તરીકે ધિરેન ઝવેરી કાર્યરત હતા. પ્રથમ વખત થ્રી એકિઝટ વે લાઈટ સાથે કનેકટ કરીને પ્રક્રિયા કરવામાં આવી ત્યારે સફળતા મળી હતી. ત્યારબાદ ફરી બેથી ત્રણ વખત આ પ્રયોગ હાથ ધરાયો હતો. અત્રે ઉલ્લ ેખનીય છે કે, મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું ૭૦ ટકાથી વધુ કામ પૂરું થઈ ચૂકયું છે. હાલના તબક્કામાં ઈન્ટીરીયર અને ટેકિનકલ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ટર્મિનલ કાર્યરત થશે. પરંતુ, ઈન્ટરનેશનલ લાઈટ શરૂ થતાં હજુ એકાદ વર્ષ જેટલો સમય લાગી જશે. ટર્મિનલની કામગીરી સાથે લાઈટ અને ટર્મિનલને કનેકટ કરતાં એરોબ્રીજ પણ બનાવવામાં આવ્યા છે. આ ચાર એરોબ્રીજ નવા ટર્મિનલ શરૂ થતાંની સાથે લાઈટ સાથે કનેકટ કરવામાં આવશે. એરોબ્રીજના લીધે પેસેન્જર્સને સમય બચશે અને ટર્મિનલ પરથી સીધા લાઈટમાં એન્ટ્રી અને એકિઝટ કરી શકશે.
આગામી મહિનાથી દિલ્હી માટેની વધુ એક લાઈટ
આગામી મહિનાથી દિલ્હી માટેની વધુ એક બપોરની લાઈટ શ કરવામાં આવશે જેના માટે ઈન્ડિગો એરલાઇન્સ દ્રારા પ્રપોઝલ મૂકવામાં આવી હતી તેને મંજૂરી મળી ગઈ છે. દિલ્હી માટે વધુ કનેકિટવિટી સૌરાષ્ટ્ર્રવાસીઓને મળશે. એરલાઇન્સ ના સૂત્રોએ જણાવ્યું હતું કે બપોર માટેની આ લાઈટ રાજકોટ થી દિલ્હી શ કરવામાં આવશે તે માટે પ્રપોઝલ મૂકી હતી જેને મંજૂરી મળી ગઈ છે હવે ટૂંક સમયમાં ઓફિસિયલ વેબસાઈટ પર નવી લાઈટ અંગે સમય અને બુકિંગની માહિતી આવી જશે. યારે બેંગ્લોર માટની લાઈટ મે મહિનાના અતં સુધી જ સાહમાં ત્રણ દિવસ કરવામાં આવી છે. જૂન મહિનાથી ફરી બેંગ્લોરની લાઈટ નિયમિત ધોરણે ડેઇલી ઉડાન ભરશે.અત્રે નોંધનીય છે કે જુના એરપોર્ટની જેમ નવા એરપોર્ટમાં પણ વિમાનોના પાકિગ ઓછા હોવાથી વધુ લાઈટ શ થઈ શકતી નથી અન્ય એરલાઇન્સ દ્રારા હીરાસર ખાતેથી નવી લાઇટ શ કરવા માટે પ્રપોઝલ આવી રહી છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે યાં સુધી નવા પાકિગની સુવિધા નહીં મળે ત્યાં સુધી નવા શહેરો માટે કનેકિટવિટી શ કરી શકાય તેવી શકયતા નથી. એરપોર્ટ ઓથોરિટી દ્રારા રન વે મોટો કરવા માટે સરકારમાં જમીનની ફાળવણી માટે માંગણી કરવામાં આવી હતી જેને અનુલક્ષીને એક કિલોમીટર ચોટીલા તરફ રનવે લંબાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech