ગુજરાતથી શરૂ થશે કોંગ્રેસની ભારત જોડો યાત્રા, મેઘાલય સુધી જશે: કોંગ્રેસ નેતાએ કરી જાહેરાત

  • August 08, 2023 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટુંક સમયમાં જ શરૂ કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે આયોજિત કરાશે.



રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે.



આ યાત્રા 15 ઓગસ્ટ અથવા 2 ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ સમગ્ર યાત્રાનો રૂટ લગભગ 3,400 થી 3,600 કિલોમીટર લાંબો હશે. આ યાત્રા રાજસ્થાનમાં લગભગ 400 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઇ શકે છે. આ યાત્રાનો રૂટ 10 લોકસભા અને લગભગ 60 વિધાનસભા મતવિસ્તારોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.


કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાલમાં ભારત જોડો યાત્રા પાર્ટ-2ની તૈયારીઓ ચાલી રહી છે. તેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મળીને નક્કી કરશે કે યાત્રા ક્યારે શરૂ થશે, ક્યાં જશે અને કેટલા દિવસો સુધી ચાલશે. સૂત્રોનો દાવો છે કે આ યાત્રા ગુજરાતના પોરબંદર કે અમદાવાદથી શરૂ થશે. આ પછી યાત્રાનો રૂટ કેવો હોવો જોઈએ તેના પર મંથન ચાલી રહ્યું છે. યાત્રાને પહેલા મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનમાં પ્રવેશ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application