ગીર સોમનાથના પેઢવાડા ગામ ખાતે આવેલા રગતિયા દાદા મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા મહા કિશાન સંમેલન યોજાયું હતું. નવી રેલવે લાઈન, ગેસલાઇન અને ખેડૂતોને કનડગત કરતા પ્રશ્ર્નો મુદ્દે ચર્ચા થઇ હતી.
લોકસભા ૨૦૨૪ની જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ પાર્ટીઓ હવે મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઇ મહા કિશાન સંમેલનનું આયોજન કોડીનારના પેઢવાડા રગતિયાં દાદા મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના પાલભાઈ આંબલીયા, પ્રગતિબેન આહીર અને સ્થાનિક નેતા માનસિંહભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિબેન આહિરે કોડીનારની બંધ શુગર મિલ અને નેશનલ હાઇવે પરના ઓવર બ્રિજનો મુદ્દો ઉઠાવી સરકાર પર પ્રહારો કર્યા.
બીજી તરફ પાલભાઈ આંબલીયાએ અહી પસાર થતી રેલવે લાઇન. જમીન માપણીનો મુદ્દો ગેસ પાઇપલાઇન, વીજ વિભાગના પ્રશ્નો,ગ્રામ્ય પંથકમાં કેનાલોનાં પ્રશ્નોને લઈ આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખી કઈ રીતે લડાઇ લડવી તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવીે હતી.
સ્થાનિક નેતા માનસિંહ ડોડીયાએ બંધ સુુગર મિલનો પ્રશ્નો ઉઠાવ્યો તેમને આરોપ લગાવ્યો છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ભાજપને બંધ સુગર મિલ શરુ કરવાનું યાદ આવે છે ચૂંટણી સમયે લોકોને લોલીપોપ આપવામાં આવે છે અમારી એટલી જ માંગ છે કે કોઈ પણ કાળે શુગર મિલ શરુ કરવામાં આવે માનસિંહ ડોડીયા કોંગ્રેસ પ્રદેશ ના નેતા છે જે ગત વિધાન સભા માં તાલાળા બેઠક પર ચૂંટણી લડ્યા અને ભગવાન બારડ સામે હાર્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બેઠી થવાના પ્રયાસ કરી રહી છે જેને લઇ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દા ઉઠવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે કોડીનારના પેઢાવાળા ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech