કોંગ્રેસે મોંઘવારી, સરકારી નોકરી, ખેડૂતોના પ્રશ્ને બેનર પહેરી વિરોધ નોંધાવ્યો

  • February 02, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાય સરકારનું બજેટ આજે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજુ કરે પહેલા કોંગ્રસે વિરોધનો મૂડ બનાવ્યો હતો. કોંગ્રેસે મોંઘવારી, ગેસના સિલિન્ડર, સરકારી નોકરીમાં ભરતી,ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવા સહિતના મુદ્દાઓ સાથે વિરોધ કરતા બેનરો બનાવી ધારાસભ્યો સહિતના વિધાનસભામાં પહોંચ્યા હતા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસના વિરોધ સામે રોકાઈ રહેવાની ફરજ પડી હતી અને કોંગ્રેસના ધારાસભ્યોએ બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. એમાં કોઈ પણ જાતની રાહત આ આ બજેટમાં મળી નથી. લાખો લોકો શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર છે, તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી, ખેડૂતોના દેવા માફ નથી થતા, પોષણક્ષમ ભાવ નથી મળતા, બધાને પાકા મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો. પણ આજે ગુજરાતમાં લાખો લોકો કાચા ઝુંપડામાં રહેવા માટે મજબૂર છે. ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી, વ્યાપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે. બાજુનું રાય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે, ૪૫૦ પિયા ગેસનું બોટલ આપીશું. તો આજે અમે આશા રાખીએ છીએ કે, આ ૧૫૬ની બહત્પમતી વાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે અને ગુજરાતના લોકો માટે પણ ૪૫૦માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે એવી માગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application