ગીરગઢડા તાલુકાના ધોકડવા પંકમાં કોંગ્રેસ નામશેષ થઈ

  • March 12, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ જીલ્લ ા પંચાયત સીટના આગેવાનો સહિત પચાસથી વધું ભાજપમાં જોડાયા હતા. આ તમામ કાર્યકર્તા આગેવાનોને ધારાસભ્ય, જીલ્લા  પં.કારોબારી સમિતીનાં ચેરમેનના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્રીય સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા ચાલતી લોકકલ્યાણની યોજનાઓ તથા ઐતિહાસિક એવા વિકાસ કામોની ભેટ આપતાં મોદી નેતૃત્વથી પ્રભાવિત ૯૩- ઉના વિધાનસભા હેઠળના ગીરગઢડાના ધોકડવા પંથકના કોંગ્રેસની પ્રથમ હરોળના ૫૦થી વધુ આગેવાનોએ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા ભાજપના મહામંત્રી વિશાલભાઈ વોરા, જિલ્લ ા પંચાયત કારોબારી સમિતીનાં ચેરમેન ડાયાભાઇ જાલોન્ધ્રાના વરદ હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.

જેમાં અલગ અલગ ગામના પચાસથી વધું આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવતા ધારાસભ્ય દ્વારા તમામને કેસરિયો ખેસ, ટોપી પહેરાવી આવકારેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application