કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહની દિગ્વિજય સિંહની કારે બાઇક સવારને મારી ટક્કર, જુઓ અકસ્માતનો VIDEO

  • March 10, 2023 07:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહની કારે ગુરુવારે એક બાઇક સવારને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક સવાર ઘણો દૂર જઈને પડી ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. ઘટના મધ્યપ્રદેશના રાજગઢની છે. અકસ્માત બાદ દિગ્વિજય સિંહ તરત જ કારમાંથી નીચે ઉતર્યા હતા અને યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.




 ઘટના બાદ દિગ્વિજય સિંહ પોતાની કાર લઈને હોસ્પિટલ પહોંચ્યા અને યુવકને દાખલ કરાવ્યો. ઝીરાપુરમાં પ્રાથમિક સારવાર બાદ યુવકને ભોપાલ રિફર કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ ઘાયલની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે.

મળતી માહિતી મુજબ ઘાયલ યુવકની ઓળખ 28 વર્ષીય બબલુ તરીકે થઈ છે. ઝીરાપુરમાં સારવાર બાદ બબલુને વધુ સારવાર માટે ભોપાલ રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાઇક સવારે વળાંક વળવા માટે અચાનક તેની બાઇક ફેરવી અને ત્યાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી દિગ્વિજય સિંહની કારે તેને ટક્કર મારી


પત્રકારો સાથે વાત કરતાં દિગ્વિજય સિંહે કહ્યું, ‘હું તમામ વ્યવસ્થા જોઈ રહ્યો છું અને તેને હોસ્પિટલ લઈ ગયો છું. જ્યારે, પોલીસે જે કારથી અકસ્માત સર્જાયો હતો તે કાર તપાસ અર્થે કબજે રીર્યું છે અને દિગ્વિજય સિંહના ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application