શહેરના નવા થોરાળા વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા માતા-પુત્રી ઉપર થાર ગાડીમાં આવેલા કોંગ્રેસી નેતા વશરામ સાગઠીયાના પુત્ર યોગેશ સહિતનાઓએ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલાને ઢીકાપાટુનો માર મારી તેના કપડાં ફાડી નાખી છરીથી છરકા કયર્િ હતા. જ્યારે તેની પુત્રીને પણ લાફો મારી દીધો હતો. મહિલાના પુત્રને શેરીમાં ગાળો બોલવા બાબતે આરોપી સાથે માથાકૂટ થયા બાદ આ શખસો હુમલો કર્યો હતો. મહિલાની ફરિયાદ પરથી પોલીસે કોંગ્રેસી નેતાના પુત્ર સહિત પાંચ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવા થોરાળા વિસ્તારમાં આંબેડકરનગર માં રહેતા 48 વર્ષીય મહિલાએ થોરાળા પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ ભીખાભાઈ ચાવડા, યોગેશ વશરામભાઈ સાગઠીયા, મહેશ રસિકભાઈ ચાવડા, મહેશ ઉર્ફે લાલો મૂળજીભાઈ પરમાર અને ચિરાગ રસિકભાઈ ચાવડાના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ અહીં કાળા કલરની થાર ગાડીમાં આવી ફરિયાદી તથા તેની 23 વર્ષીય પુત્રીને ગાળો આપી હતી. બાદમાં ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. કપડા પણ ફાડી નાખ્યા હતા ફરિયાદીની પુત્રી વચ્ચે પડતા તેને લાફો મારી દીધો હતો. બાદમાં બેફામ ગાળો આપી છરી વડે કાંડાનાભાગે છરકા કયર્િ હતા. જે હુમલામાં ઇજા પહોંચતા મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહિલાએ હોસ્પિટલ બીછાનેથી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આરોપી રવિ અને મહેશને તેના પુત્ર સાથે શેરીમાં ગાળો બોલવા બાબતે માથાકૂટ થઈ હોય જેથી આ બાબતે તેઓએ જો હવે તમારો પુત્ર અહીંથી નીકળશે તો ટાંટીયા ભાગી નાખીશું. તેવી ધમકી અગાઉ આપી હતી. બાદમાં ગઈકાલે અહીં આ પાંચેય આરોપીઓએ કારમાં આવી શેરીમાં ઊભા રહી ગાળો આપી આ હુમલો કર્યો હતો. મહિલાએ એવું પણ કહ્યું હતું કે, આરોપીઓએ ધમકી આપ્યા બાદ તેનો પુત્ર ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હોય ગઈકાલે તેઓ તેને શોધવા ગયા હતા અને બાદમાં ઘરે પરત ફયર્િ હતા ત્યારે આરોપીઓ અહીં શેરીમાં તેમને ગાળો આપી માર માર્યો હતો. આ અંગે મહિલાની ફરિયાદ પરથી થોરાળા પોલીસે કોંગ્રેસી નેતા વશરામ સાગઠીયાના પુત્ર યોગેશ સાગઠીયા સહિત પાંચેય આરોપીઓ સામે આઇપીસીની કલમ 143, 144, 147, 148, 149, 323, 324, 354, 504, 506(2) અને જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવા અંગે વધુ તપાસ પી.એસ.આઇ.એમ.એસ મહેશ્વરી ચલાવી રહ્યા છે.
મહિલાના પુત્ર સામે હત્યા, હત્યાનો પ્રયાસ, પોકસો સહિતના ગુના
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, ફરિયાદ નોંધાવનાર મહિલાના પુત્ર કેવલ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી અને પોકસો સહિતના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMએશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન
July 07, 2024 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech