કોંગ્રેસ વારંવાર મુસ્લિમોને અનામત આપવાનું ઉંબાડિયું કરી ચૂકી છે

  • April 27, 2024 01:47 PM 

કર્ણાટકમાં મુસ્લિમોને ૪ ટકા ઓબીસી અનામત આપવાનો નિર્ણય વિવાદમાં છે. જો કે, આ પહેલો કિસ્સો ની જ્યારે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોને અનામત આપવાનો નિર્ણય લીધો હોય અને બાદમાં અને તેના પર ઉભા યેલા વિવાદોને લઈને ચર્ચામાં હોય. છેલ્લા ૩૦ વર્ષમાં કોંગ્રેસે ઓછામાં ઓછા ચાર વખત મુસ્લિમ અનામત લાવવા પ્રયત્ન કરી ચુકી છે અને પાછી પડી છે. જો કે, કર્ણાટકમાં મુસ્લિમોને ૪ ટકા આરક્ષણની જોગવાઈ સૌપ્રમ ૧૯૯૫માં દેવેગૌડા સરકાર દરમિયાન કરવામાં આવી હતી, જેને ૨૦૨૩ની ચૂંટણી પહેલા બીએસ બોમાઈ સરકારે નાબૂદ કરી હતી. આંધ્રપ્રદેશમાં ૧૯૯૪માં પહેલીવાર કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોને અલગી અનામત આપવાનું વચન આપ્યું હતું. તે સમયે આંધ્રપ્રદેશમાં વિજય ભાસ્કર રેડ્ડીની સરકારે મુસ્લિમોને ૫ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. રેડ્ડીના આ નિર્ણયનો આંધ્રમાં ભારે વિરોધ યો હતો. પરિણામે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી. ૧૯૯૯માં પણ કોંગ્રેસ જીતી શકી ન હતી અને આ મામલો થાળે પડ્યો હતો. ૨૦૦૪માં કોંગ્રેસે અલગી મુસ્લિમોને ૫ ટકા અનામત આપવાની વાત કરી હતી અને સત્તામાં આવ્યા બાદ તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, ૨૦૧૦માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ પાસે છે. કોંગ્રેસ પાર્ટીએ રંગના મિશ્રા અને અમિતાભ કુંડુ કમિટીના રિપોર્ટના આધારે ૨૦૦૯માં પોતાના મેનિફેસ્ટોમાં અનામત આપવાની વાત કરી હતી. ૨૦૦૯ની ચૂંટણીમાં પણ આ એક મોટો મુદ્દો બની ગયો હતો અને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રંગના મિશ્રા પંચે સમગ્ર દેશમાં મુસ્લિમોને ૧૦ ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. ૨૦૧૨માં યુપી સહિત ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે શૈક્ષણિક સંસઓમાં મુસ્લિમોને અનામત આપવાની જાહેરાત કરી હતી. તે મુજબ કેન્દ્રીય શૈક્ષણિક સંસઓમાં ઓબીસી માટે ફાળવવામાં આવેલ ૨૭% અનામતમાંથી  ૪.૫% અનામત મુસ્લિમ સમુદાયને આપવાનો વાયદો કરાયો હતો. સરકારે તેમાં મુસ્લિમ સમુદાયની ૨૦ જાતિઓનો સમાવેશ કર્યો હતો. કોંગ્રેસની આ જાહેરાત પર સમગ્ર દેશમાં હોબાળો યો હતો. ચૂંટણીની જાહેરાતને કારણે પંચ પણ એક્શનમાં આવ્યું હતું. આયોગે કેન્દ્રની આ જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય આપ્યો. આ પછી સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસે તેને મુદ્દો બનાવ્યો હતો. ૨૦૧૨માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને સફળતા મળી ન હતી, ત્યારબાદ મામલો ાળે પડ્યો હતો. ૨૦૧૪ની ચૂંટણીમાં, કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે તે લઘુમતીઓને અનામત આપવા માટે કોર્ટમાં જશે અને તેનો મુદ્દો ઉઠાવશે. જો કે તે ચૂંટણીમાં પાર્ટીને સફળતા મળી નહોતી. ૨૦૧૪માં મહારાષ્ટ્રની પૃથ્વીરાજ ચવ્હાણ સરકારે પણ મુસ્લિમોને ૫ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. મરાઠાઓને ૧૬ ટકા અનામત આપતી વખતે સરકારે આ જાહેરાત કરી હતી. ત્યારે શિવસેના અને ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે દલીલ કરી હતી કે તમામ સમુદાયોને આગળ લાવવા માટે તેમની વસ્તીના હિસાબે તેમને અનામત આપવી જરૂરી છે. જોકે આ નિર્ણય પણ અમલમાં આવી શક્યો નહોતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application