રાજકોટ–જેતપુર સિકસલેન હાઇવેનું નિર્માણકાર્ય હજુ પ્રગતિ હેઠળ છે. આ માર્ગ સમગ્ર સૌરાષ્ટ્ર્રનો અત્યતં મહત્વનો ધોરી માર્ગ છે, જેના પર રોજિંદા હજારો વાહનો, ઔધોગિક એકમો સાથે સંકળાયેલ પરિવહન, પ્રવાસન ક્ષેત્રે તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. ટેન્ડરની મુળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાનો સમય આપવામાં આવ્યો હોવા છતાં હાઇવેનું કાર્ય હજુ અધુરું હોવાથી માર્ગ વપરાશકર્તાઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોય, ગયા વર્ષના અનુભવના આધારે ટ્રાફિક જામ, રોડની ખરામ સ્થિતિ તથા અકસ્માતોની શકયતાઓને ધ્યાનમાં રાખીને પ્રિ–મોન્સૂન કામગીરી તાકીદે હાથ ધરવા આપીલ કરવામાં આવે છે. જેમાં રાજકોટ–જેતપુર હાઇવે પર જયાં જયાં વારંવાર ટ્રાફિક ચકકાજામ સર્જાય છે તે તમામ સ્થળોની તાત્કાલીક ઓળખ કરી, તેના કારણોનું તકનીકી સર્વેક્ષણ કરીને ચોમાસા પૂર્વે કાયમી અથવા અસરકારક કામચલાઉ ઉકેલ લાવવામાં આવે. જયાં ઓવરબ્રિજ, અંડરપાસ અથવા અન્ય બાંધકામ કામગીરી ચાલી રહી હોય અને વાહન વ્યવહાર સર્વિસ રોડ પરથી પસાર થતો હોય, ત્યાં તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મેટલિંગ, પેચવર્ક, પાણી નિકાલ અને મજબૂત સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. પ્રિ–મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાઇવેના અલગ–અલગ કિલોમીટર વિભાગો માટે એનએચએઆઇના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની દેખરેખ હેઠળ કોન્ટ્રાકટર પાસેથી ગુણવત્તાસભર કામગીરી લેવામાં આવે તથા જવાબદારી નિિત કરવામાં આવે. ટ્રાફિક ચકકાજામ કારણે દરરોજ હજારો લીટર ઈંધણનો બિનજરૂરી વેડફાટ થાય છે તેમજ વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. હાઇવે પર ટ્રાફિક જામ, અકસ્માત અથવા અન્ય સમસ્યાઓ અંગે વાહનચાલકો તાત્કાલીક જાણ કરી શકે તે માટે ટોલ–ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે તથા તેના બેનર અને સાઇન બોર્ડ હાઇવે પર મુખ્ય સ્થળોએ લગાવવામાં આવે. એનએચએઆઇના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફલેટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માકિગ, કેટ આઇ, બેરિકેડિંગ અને અન્ય તમામ માર્ગ સલામતીના સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે. ગયા ચોમાસા દરમિયાન જયાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતીે