BREAKING NEWS

ભારે કરી...નવસારી મનપામાં માત્ર 3 મતથી કોંગ્રેસના ઉમેદવાર હાર્યા

  • April 28, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીમાં 3 મતથી હાર કે જીત થવી એ લોકશાહીમાં સૌથી રોમાંચક અને નજીવો તફાવત દર્શાવે છે. ઇતિહાસમાં આવું અનેક વખત જોવા મળ્યું છે કે, જ્યાં ઉમેદવારોના ભાવિનો નિર્ણય માત્ર એક વોટથી થયો હોય. આજે પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકામાં મોટો અપસેટ જોવા મળ્યો છે. એક એક મત કિંમતી હોય છે. ત્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર માત્ર 3 મતથી હાર્યા છે.

નવસારી મહાનગરપાલિકાના 13 બોર્ડની 52 બેઠકો પૈકી બે બિનહરીફ જાહેર થઈ છે અને 50 બેઠકોની ગણતરી થવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી થઈ રહી છે.

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં એવો ઉલટફેર સામે આવ્યો છે, જે સ્વીકારવો કોંગ્રેસ માટે દુઃખદાયક બની રહ્યો છે. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ ઢીમરની માત્ર 3 વોટથી હાર થઈ છે. રસપ્રદ વાત એ છે કે ટાઈ થતા થતા રહી ગઇ હતી. પોસ્ટલ બેલેટ વોટિંગમાં બે વોટ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારવી પડી છે. 3 મત દર્શાવે છે કે એક મત કેટલો મહત્વનો છે.નવસારી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ 3 મતથી હાર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application