બાપુની સ્મૃતિમાં યોજાનાર પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ અંગે અવઢવ

  • September 30, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે બીજી ઓકટોબરે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે કે કેમ? તે અંગે કોઇ જાહેરાત થઇ નથી. 
પોરબંદરમાં જન્મ લઇને સત્ય અને અહિંસાના હથિયાર વડે સમગ્ર વિશ્ર્વને રાહ ચીંધનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી આવી રહી છે. બે દિવસ પછી બીજી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો જન્મદિવસ છે. પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે રાજનેતાઓ પોરબંદરમાં અચૂકપણે બીજી ઓક્ટોબરે હાજર હોય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂજ્ય બાપુની સ્મૃતિમાં યોજાનારી સર્વ ધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપવા આવવાના છે કે નહી તે અંગેની સ્પષ્ટતા  બપોર સુધીમાં થઇ શકી નથી. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કીર્તિ મંદિરમાં કલરકામની કામગીરી શ‚ કરવામાં આવી છે. તેની સાથો સાથ પ્રાર્થના સભાના સુવ્યવસ્થિત આયોજન માટે કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા ડોમ બનાવવા અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની કામગીરી ધમધમી રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત ગાંધી પ્રેમીઓ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહે છે ત્યારે તેમને આવકારવા માટે કીર્તિ મંદિરનું તંત્ર કટિબદ્ધ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application